બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / A private matter regarding 2000 note was revealed, PM Modi first did not give approval, then it happened that it was ready.

નવી વાત / 2000ની નોટને લઈને એક ખાનગી વાત જાહેર, PM મોદીએ પહેલા નતી આપી મંજૂરી, પછી થયું એવું કે થયા તૈયાર

Vishal Khamar

Last Updated: 09:38 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI એ 2000 ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારે આ બાબતે પૂર્વ મુખ્ય સચિલ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે વડાપ્રધાન બે હજારની નોટની તરફેણમાં બિલકુલ ન હતા. પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે મંજૂરી આપી હતી.

  • નોટબંધી વખતે 2000ની નોટો જારી કરવામાં આવી હતી
  • છેલ્લા કેટલાક સમયથી 2000ની નોટોનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું બંધ
  • હવે RBIએ 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. RBI ની આ જાહેરાત માટે વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ટીકા કરી રહ્યો છે, પરંતુ હવે જે માહિતી સામે આવી રહી છે તે વિપક્ષને ચૂપ કરી દેશે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી ક્યારેય પણ 2000ની નોટ બજારમાં લાવવા માટે રાજી થયા નથી.
કોણે કર્યો ખુલાસો
વડા પ્રધાન કાર્યાલયના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 2000ની નોટની તરફેણમાં બિલકુલ ન હતા કારણ કે તેમણે તેને ક્યારેય ગરીબો માટેની નોટ ગણી ન હતી.

PM એ ક્યારેય 2000 રૂપિયાની નોટને મંજૂરી આપી નથીઃ નૃપેન્દ્ર મિશ્રા
પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આ નોટને મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આનાથી સંગ્રહખોરીમાં વધારો થશે. મિશ્રાએ કહ્યું કે નોટબંધીના સમયે માર્કેટમાં માંગને પહોંચી વળવા RBI પાસે તે સમયે પ્રિન્ટિંગની પૂરતી ક્ષમતા નહોતી. આ માટે 2000ની નોટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પીએમ આ માટે તૈયાર નહોતા. પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે મંજૂરી આપી હતી. તેમણે કહ્યું "પીએમ નરેન્દ્ર મોદી 2000 રૂપિયાની નોટની તરફેણમાં બિલકુલ ન હતા. PMએ ક્યારેય 2000 રૂપિયાની નોટને મંજૂરી આપી નથી. 
ક્યાંથી શરૂ થયો વિવાદ
આ 2000ની નોટ વિવાદ 2016 થી શરૂ થયો છે.  જ્યારે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી. આ દરમિયાન બજારમાં હાજર 500 અને 1000ની નોટોની માન્યતા રદ્દ કરવામાં આવી હતી. તેની જગ્યાએ નવી 500 અને 2000ની નોટો લાવવામાં આવી હતી. તે સમયે પણ વિપક્ષે તેને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 2000ની નોટ સાથે સંગ્રહખોરી વધશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ