બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / A pregnant woman at a height of thousands of feet made such a gesture

OMG / ગર્ભવતી મહિલાએ હજારો ફૂટની ઊંચાઈએ કરી એવી હરકત કે વિમાન નીચે ઉતારવું પડ્યું, આવું બન્યું

Hiralal

Last Updated: 09:39 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરોક્કોથી તુર્કી જતી ફ્લાઇટમાં મહિલાએ ખોટી પ્રસવ પીડાનું બહાનું કાઢતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો વખત આવ્યો હતો.

  • મોરોક્કોથી તુર્કી જતી ફ્લાઇટમાં મહિલાએ ખોટી પ્રસવ પીડાનું બહાનું કાઢ્યું
  • મહિલાની વાત સાચી માનીને પાયલટ વિમાનનું કરાવ્યું ઈમરજન્સી લેન્ડિંગ 
  • લેન્ડીંગ થતા જ મહિલા સહિત 16 પ્રવાસીઓ ભાગ્યા
  • છટકી જવા માટે મહિલાએ કર્યો હતો પ્રસવ પીડાનો ખોટો દેખાડો 

દેશ અને દુનિયામાં ઘણીવાર વિમાન કે ફ્લાઇટ્સના ઇમરજન્સી લેન્ડિંગના ઘણા કિસ્સા સામે આવે છે. મોટા ભાગના કિસ્સામાં ટેકનિકલ ખામીને કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થાય છે. મુસાફરોને કોઈ પણ સમસ્યાના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થાય તેવા કિસ્સા બહુ ઓછા હોય છે. પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો જેને સાંભળીને લોકો ચોંકી ગયા હતા. વિમાનમાં સવાર એક ગર્ભવતી મહિલાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ બધું મોરોક્કોથી તુર્કી જતી ફ્લાઇટમાં થયું હતું. વિમાનમાં સવાર એક ગર્ભવતી મહિલાએ લેબર પેઈનની ફરિયાદ કરી હતી, જે બાદ પાયલટે ઉતાવળમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પરંતુ પછી જે થયું તે ખરેખર આઘાતજનક હતું.

ઉતરતાં જ વિમાનમાંથી ભાગી મહિલા 
આ ઘટના સ્પેનના બાર્સિલોના એરપોર્ટની છે. વિમાનમાં મહિલાને પ્રસવ પીડાની ફરિયાદ બાદ વિમાનનું એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલા જેવી વિમાનમાંથી ઉતરી રહી હતી કે તરત જ 28 લોકો ફ્લાઇટમાંથી ઉતરીને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન 14 મુસાફરો ભાગવામાં સફળ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે તુર્કીની પેગાસસ એરલાઇન્સના 14 લોકોની અટકાયત કરી છે, જ્યારે ફરાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

છટકી જવા મહિલાએ પ્રસવ પીડાનો ખોટો દેખાડો કર્યો 
તપાસમાં ડોક્ટરોને જાણવા મળ્યું કે મહિલા ગર્ભવતી છે, પરંતુ તેની ડિલિવરીને વાર છે તેણે જ્યારે વિમાનમાં પ્રસવ પીડાની ફરિયાદ કરી હતી તે સમયે ડિલિવરીનો કોઈ ચિન્હ નહોતા અને તેણે ખોટા કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ પછી મહિલાની  ધરપકડ કરવામાં આવી હતી. સ્પેનિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલા લોકોમાંથી પાંચ લોકો મોરોક્કન શહેર કાસાબ્લાન્કાથી ઇસ્તંબુલ પાછા જવા માટે સંમત થયા હતા. બાકીનાને સ્પેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. હકીકતમાં આ ઘટનાનું કારણ એ પણ છે કે આજકાલ મોરક્કો અને સ્પેન વચ્ચે માઇગ્રન્ટ ક્રાઇસિસ છે. સ્પેન સરકારે મોરક્કોના લોકોને તેમના દેશમાં આવતા અટકાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ