બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / A new chapter will begin in the defense sector between India and America, China-Pakistan's nefarious activities will already be known.

Indo US Defence Deals / ભારત- અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થશે, ચીન- પાકિસ્તાનની નાપાક હરકતો વિશે પહેલાથી જાણી શકાશે

Megha

Last Updated: 03:33 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા પાસેથી ફાઈટર જેટ એન્જિન ટેક્નોલોજી અને હાઈ પરફોર્મન્સ ડ્રોન મેળવવા ઉપરાંત ભારત બે મોટા કરાર પર કામ કરી રહ્યું છે. જેનાથી ભારતીય કંપનીઓ માટે અબજો ડોલરનું યુએસ સંરક્ષણ બજાર ખોલશે.

  • ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે
  • આ સોદો ભારતીય કંપનીઓ માટે અબજો ડોલરનું યુએસ સંરક્ષણ બજાર ખોલશે.
  • ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતો વિશે પહેલા જાણ થઈ જશે 

પીએમ મોદીના અમેરિકા પ્રવાસથી ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી શસ્ત્રો માટે પરંપરાગત મિત્ર રશિયા પર નિર્ભર ભારત નવી દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. પીએમ મોદીની આ મુલાકાતમાં અમેરિકા સાથે ખતરનાક MQ-9B પ્રિડેટર ડ્રોન તેમજ ફાઈટર પ્લેન જેટ એન્જિન પર કરાર થવાની આશા છે. અમેરિકા પાસેથી ફાઈટર જેટ એન્જિન ટેક્નોલોજી અને હાઈ પરફોર્મન્સ ડ્રોન મેળવવા ઉપરાંત ભારત બે મોટા કરાર પર કામ કરી રહ્યું છે. આ સોદો ભારતીય કંપનીઓ માટે અબજો ડોલરનું યુએસ સંરક્ષણ બજાર ખોલશે.

ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતો વિશે જાણ થઈ જશે 
આ સાથે જ ચીન અને પાકિસ્તાનની નાપાક ગતિવિધિઓ અગાઉથી જાણી જશે. વાયુસેના જ્યારે પણ ઇચ્છશે ત્યારે તે દુશ્મનના ઠેકાણાઓને વધુ ઝડપ અને ચોકસાઈથી ઉડાવી દેશે અને  ભારતીય અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેશે. આ કલ્પના નથી પણ હકીકતમાં એવા સોદો થશે કે ભારતને સંરક્ષણ અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક જ ઝાટકે અનેક કદમ આગળ લઈ જશે. 

ફાઇટર જેટ્સ એન્જિન પ્લાન્ટ
હવે અંહિયા વાત કઈંક એમ છે કે GE એરોસ્પેસ કંપનીનો એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતમાં સ્થાપવામાં આવશે. એટલે કે ફાઈટર જેટના એન્જિન દેશમાં જ બનાવવામાં આવશે. આમાં ભારતમાંથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) GE એરોસ્પેસને મદદ કરશે. આ પ્લાન્ટમાં ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે LCA Tejas-Mk2 વેરિઅન્ટ માટે એન્જિન બનાવવામાં આવશે. જેનાથી ભારતીય વાયુસેના મજબૂત બનશે. 

જણાવી દઈએ કે LCA Tejas-Mk2 ને GE એરોસ્પેસ F414 એન્જિનની જરૂર છે. જેને આયાતનો ખર્ચ વધુ થતો હતો તેથી ભારત સરકારે દેશમાં જ પ્લાન્ટ સ્થાપવાનો સોદો કર્યો. આ અંતર્ગત GE કંપની દેશમાં 99 ફાઈટર જેટ એન્જિન બનાવશે. 

 31 સશસ્ત્ર ડ્રોન પર સમજૂતી થવાની સંભાવના
આ સાથે જ મહત્વની વાત એ પણ છે કે ભારત અને અમેરિકા વચ્ચે 31 સશસ્ત્ર ડ્રોન પર સમજૂતી થવાની સંભાવના છે. એ ડ્રોનનું નામ MQ-9 રીપર છે જેને પ્રિડેટર તરીકે અથવા તો HALE એટલે હાઇ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ ડ્રોન પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ દુનિયાના સૌથી ખતરનાક ડ્રોનમાંથી એક છે. 

સુરક્ષા જ નહીં, જાસૂસી અને દેખરેખ પણ શક્ય બનશે 
આ ડ્રોન જ્યારે ભારતમાં આવશે એ બાદ ત્રણેય સેનાઓની સંયુક્ત કમાન્ડ હેઠળ મૂકવામાં આવશે. સાથે જ આ ડ્રોન આવ્યા બાદ દેશની સરહદોની સુરક્ષા જ નહીં પણ જાસૂસી અને દેખરેખ પણ શક્ય બનશે. એટલે કે ડ્રોનની મદદથી ભારત અને અમેરિકા સાથે મળીને હિંદ મહાસાગરમાં ચીનની નાપાક ગતિવિધિઓ પર નજર રાખી શકશે. નોંધનીય છે કે આ ડ્રોન આતંકવાદીઓને ઠાર કરવામાં અને વિશ્વભરમાં અનેક યુદ્ધો જીતવામાં મદદગાર સાબિત થયું છે. 

INDUS-X સેટ કરી રહ્યું છે
આ સાથે જ ટ્રેજિ મહત્વની વાત એ છે કે ભારત અને યુએસ સંયુક્ત રીતે યુએસ-ઈન્ડિયા ડિફેન્સ એક્સિલરેશન ઈકોસિસ્ટમ (INDUS-X) શરૂ કરી રહ્યા છે. આ નેટવર્કમાં બંને દેશોની યુનિવર્સિટીઓ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ અને થિંક ટેન્કનો સમાવેશ કરવામાં આવશે. જેથી ડિફેન્સ ટેક્નોલોજી સંબંધિત નવીનતા સંયુક્ત રીતે થઈ શકે. સંશોધન કરી શકાય. 

ભારતીય અવકાશમાં છે
ભારતીય અવકાશયાત્રીઓને આવતા વર્ષે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે. આ માટે ભારત અને અમેરિકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત આર્ટેમિસ એકોર્ડ પર પણ હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે. એટલે કે ટૂંક સમયમાં ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જે ચંદ્ર અને મંગળ પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. આ ભારત અને અમેરિકાનું સિવિલ સ્પેસ એક્સપ્લોરેશન મિશન છે. 

NISAR દુનિયાને આફતોથી બચાવશે
આ વર્ષની શરૂઆતમાં યુએસએ NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ભારતને સોંપ્યું હતું. આ એક એવો સેટેલાઇટ છે, જે આખી દુનિયામાં આવનારી કોઈપણ પ્રકારની આફતની અગાઉથી જાણકારી આપશે. હાલમાં આ ઉપગ્રહ બેંગલુરુમાં યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. નિસારને આવતા વર્ષે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. તેના લોન્ચથી સમગ્ર વિશ્વને ફાયદો થશે. કારણ કે તે કોઈપણ પ્રકારની આપત્તિ અંગે આગોતરી માહિતી આપશે. તેનું કારણ પણ શોધી કાઢશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ