બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / A multi-million dollar zip line ride on the riverfront has been scrapped

અણધડ વહીવટ! / લાખોના ખર્ચે તૈયાર થયેલી અમદાવાદની 'ઝીપ લાઈન' આજે ભંગાર, 9-9 વર્ષ થયા છતાં હાલત ઠેરની ઠેર

Malay

Last Updated: 12:41 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે તૈયાર થયેલી ઝીપ લાઈન રાઈડ ભંગાર બની છે. સી પ્લેન સંચાલનમાં અવરોધ બનેલ ઝીપ લાઈન રાઈડ બંધ કરાયા બાદ હવે ઝીપ લાઈન રાઈડના વિશાળ માળખાને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

  • લાખોના ખર્ચે તૈયાર થયેલી ઝીપ લાઈન રાઈડ બની ભંગાર
  • સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ બની હતી અવરોધ
  • સી પ્લેન સંચાલનમાં અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડ કરાઈ હતી બંધ 

અમદાવાદમાં નવા-નવા પ્રોજેક્ટ શરૂ કરવાના નામે રૂપિયાનો બગાડ થઈ રહ્યો હોય તેવું રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે તૈયાર થયેલી ઝીપ લાઈન રાઈડને ભંગાર હાલતમાં જોઈને લાગી રહ્યું છે. વર્ષ 2015માં શરૂ કરાયેલી ઝીપ લાઈન રાઈડ અત્યારે સાવ ખંડેર હાલતમાં પડી છે. ત્યારે વર્ષ 2015માં શરૂ કરાયેલી ઝીપ લાઈન રાઈડ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઝીપ લાઈન રાઈડના વિશાળ માળખાને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. મહત્વનું છે કે, સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડને બંધ કરવામાં આવી હતી.

ઝીપ લાઈન રાઈડ શરૂ કરવાનો લેવાયો હતો નિર્ણય
સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઝીપ લાઈન રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવેમ્બર 2014થી ઝીપ લાઈન રાઈડનું કામ શરૂ થયું હતું. 270 મીટર જેટલી લાંબી નદીના બંને કાંઠે ટાવર ઊભા કરાયા હતા. નદીના પૂર્વથી પશ્ચિમ કાંઠે એ જ રીતે, પશ્ચિમથી પૂર્વ કાંઠે જવા માટે આ ઝીપ લાઈન રાઈડ શરૂ કરવામાં આવી હતી. 

પૂર્વ મેયરલ મીનાક્ષી પટેલે કરાવ્યો હતો પ્રારંભ
ઝીપ લાઈન રાઈડનો 21 માર્ચે 2015ના રોજ પૂર્વ મેયર મીનાક્ષી પટેલે શરૂ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટની વિશેષતા જોઈએ તો સાબરમતી નદીથી 40 ફૂટ ઉપર દોરડાની મદદથી એક છેડેથી બીજા છેડે (પાલડી-જમાલપુર) પહોંચાતું હતું. જેમાં એક વ્યક્તિની ટિકિટનો દર 300-400 રૂપિયા નક્કી કરાયો હતો. 

આ કારણે ઝીપ લાઈન રાઈડ કરાઈ હતી બંધ 
જોકે, થોડા વર્ષ પછી રિવરફ્રન્ટ પર પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. દેશમાં પ્રથમ વાર અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર-2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફર કરીને વિવિધત રીતે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. સી પ્લેનના સંચાલનમાં ઝીપ લાઈન રાઈડ અવરોધ બની હતી. સી પ્લેન સંચાલનમાં અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડ બંધ કરાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ