બ્રેકિંગ ન્યુઝ
VTV / A man jumped on a whale a sea creature in the sea
Mahadev Dave
Last Updated: 09:45 PM, 20 July 2023
ADVERTISEMENT
વ્હેલ માછલી અને શાર્ક ખૂબ જ ખતરનાક દરિયાઈ જીવ છે અને તેમના પંજામાં જે કોઈ પ્રાણી આવે તેને બચવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય જ બની જતું હોય છે. માત્ર દરિયાઈ જીવ જ નહીં પરંતુ આ ખતરનાક જાનવર માણસને પણ ખાઈ જતા હોય છે. છતાં પણ આવી સ્થિતિ વચ્ચે એક વ્યક્તિ દરિયામાં બોટની મોજ માણતો હતો આ વેળાએ અચાનક દરિયાઈ જીવ વ્હેલ માછલી પર કૂદકો માર્યો હોવાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Man riding Whale Shark in Persian Gulf! 🦈 pic.twitter.com/nFMO5MDfJM
— Levandov (@Levandov_1) July 14, 2023
ADVERTISEMENT
વ્હેલ પર કૂદકો લગાવી દીધો
રૂવાટા ઉભા કરી દેતા આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુઆર એક વ્યક્તિ બોટ રાઈડિંગ મારફતે દરિયામાં આનંદ લૂંટી રહ્યો હતો. આ દરમિયાન દરિયાની થોડે અંદર ગયા બાદ તેણે એક વહેલને દરિયામાં ડુબકી લગાવતી જોઈ હતી. બાદમાં વ્યક્તિ જાણે ભાન ભૂલી ગયો હોય તેમ સીધો જ વ્હેલ પર કૂદકો લગાવી દીધો હતો. બાદમાં તે ઉત્સાહ સાથે વ્હેલ રાઈડનો આનંદ લેવા લાગ્યો હતો.
વ્હેલ પર સવારી વેળાએ ડાન્સ પણ કરતો દેખાયો
વીડિયોમાં દ્રશ્યમાન થતો વ્યક્તિ માત્ર વ્હેલ પર સવારી જ ન કરી પરંતુ તે વ્હેલ પર સવારી વેળાએ ડાન્સ પણ કરતો દેખાયો હતો અને ચહેરા પર સહેજ પણ ડર ની લકીર જોવા મળી ન હતી. ખાસ વાત તો એ છે કે વહેલ સવારીનો આનંદ લીધા બાદ તે ફરી પોતાની બોટમાં પાછો ફરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.