બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'A little misbehavior of in-laws is not cruelty', Supreme Court's important comment in dowry harassment case

સુનાવણી / 'સાસરિયાઓનું થોડું ખરાબ વર્તન એ ક્રૂરતા ના કહેવાય', દહેજ મામલે હેરાનગતિના કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Last Updated: 11:14 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલમ 498A મુજબ, 'જો કોઈ પણ મહિલાનો પતિ કે તેના પરિવારના સદસ્યો ઘરની વહુ સાથે ક્રૂરતા કરે છે તો તેણે ત્રણ વર્ષની જેલ અથવા તો દંડ થઈ શકે છે.

  • સુપ્રીમ કોર્ટે દહેજ મામલે હેરાનગતિના કેસમાં મોટી ટિપ્પણી કરી છે
  • સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં
  • કલમ 498A હેઠળ ઘરની વહુ સામે ક્રૂરતા હેઠળ સાસરિયાંને સજા થાય છે 

કર્ણાટકના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દહેજ મામલે હેરાનગતિના કેસમાં મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે, સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં. 

ખંડપીઠે કહ્યું કે જો ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ભૌતિક પુરાવા નથી, તો આરોપીને આઈપીસીની કલમ 498A હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. વાત એમ છે કે અદાલત એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં નવવિવાહિત ભાભીએ કહ્યું કે તેની સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનો સામાન કચરાપેટીમાં ફેંકી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

Tag | VTV Gujarati

જણાવી દઈએ કે કલમ 498A મુજબ, 'જો કોઈ પણ મહિલાનો પતિ કે તેના પરિવારના સદસ્યો ઘરની વહુ સાથે ક્રૂરતા કરે છે તો તેણે ત્રણ વર્ષની જેલ અથવા તો દંડ થઈ શકે છે. જો કે આ કેસમાં જજની બેન્ચને જાણવા મળ્યું કે આરોપી મહિલા એટલે કે નણંદ તેની ભાભી સાથે તે ઘરમાં રહેતી નથી. આ મહિલા વિદેશમાં રહેતી હતી અને ભાઈની પત્નીએ નણંદ દ્વારા તેના પર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ ચોક્કસ વિગતો આપી નથી. બેન્ચે કહ્યું કે તેમની ભાભીના આક્ષેપો ખૂબ જ અસ્પષ્ટ અને સામાન્ય હતા.

કોર્ટે આદેશ આપ્યો કે તદનુસાર અપીલકર્તાઓ સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરી છે. જો કે કોઈ પુરાવા મળે છે તો ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધવા માટે ખુલ્લી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Supreme Court Comment dowry harassment case supreme court decision આઈપીસી કલમ 498A કર્ણાટક સુપ્રીમ કોર્ટ Supreme Court
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ