બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A Gujarati businessman was shot dead in Mumbai

ક્રાઇમ / મુંબઇમાં સરેઆમ ગુજરાતી ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા, સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ

Malay

Last Updated: 12:40 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં કચ્છી બિલ્ડરની જાહેરમાં ગોળી ધરબી હત્યા કરી દેવાની ઘટનાથી સમગ્ર વાગડ પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ હત્યા જમીન કે નાણાકીય લેવડદેવડના કારણે થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

  • મુંબઈમાં કચ્છના બિલ્ડરને ગોળી મારીને કરાઇ હત્યા
  • જાહેરમાં 4 ગોળી મારીને બિલ્ડરની કરાઈ હત્યા
  • મુંબઈ સાથે સમગ્ર વાગડમાં મચ્યો ખડભળાટ

મૂળ રાપરના રહેવાસી અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા સવજી ગોકર મંજેરી (ઉં.વ 65)ની ગઈકાલે સાંજે ગોળી મારીને હત્યા કરાતા મુંબઈ સાથે સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક સવજી ગોકર મંજેરી 

બાઇક પર આવ્યા હતા 2 શખ્સો
મળતી માહિતી અનુસાર, મૂળ કચ્છના રાપર તાલુકાના સાંય ગામના રહેવાસી અને હાલ મુંબઈના નેરુલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સવજી ગોકર મંજેરી ગઈકાલે સાંજે 5.30થી 6.00 વાગ્યાની આસપાસ નેરુલ સેક્ટર 6 અપના બજાર પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા 2 શખ્સોએ તેમની કારને અટકાવી હતી.

બિલ્ડરની કાર પર કર્યું ધડાધડ ફાયરિંગ
તેઓ કંઈ બોલે એ પહેલા જ મોટરસાયકલ પર આવેલા બંને શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. 

પોલીસની થઈ દોડતી 
આ બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. આ હત્યા જમીનની લેવડદેવડ, મિલકત કે અન્ય નાણાકીય લેવડદેવડને કારણભૂત થઈ હોવાનું મુંબઈ પોલીસને અનુમાન છે.

પાટીદાર સમાજમાં રોષ
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સવજીભાઈ મંજેરી મુંબઈમાં જાણીતા બિલ્ડર હતા. જેઓ વસ્તા અને ઈમ્પીરિયા ગ્રૂપ સાથે સંકળાયેલા હતા. પાટીદાર અગ્રણીની હત્યા થતાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ