બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / A flurry of action in the Umesh Pal murder case in Uttar Pradesh

ઉત્તરપ્રદેશ / ઉમેશ પાલ હત્યાકાંડમાં વધુ એક એન્કાઉન્ટર, 50 હજારનો ઇનામી શૂટર ઉસ્માન ઠાર

Dinesh

Last Updated: 09:15 AM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેશ પાલ હત્યાકેસમાં વધુ એક આરોપીનું એન્કાઉન્ટર થયું છે. વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીનું એન્કાઉન્ટરમાં થયું છે, ઉસ્માને જ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી.

  • ઉત્તર પ્રદેશમાં ઉમેશ પાલ હત્યાકેસમાં કાર્યવાહીનો ધમધમાટ
  • વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીનું એન્કાઉન્ટર
  • પ્રયાગરાજના કૌંધિયારામાં વિજયનું એન્કાઉન્ટર


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકેસમાં પોલીસ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે સમગ્ર હત્યા કેસ મામલે વધુ એક આરોપીનું એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીનું મૃત્યું થયું છે. વિગતો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉસ્માને જ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી. 

ઉમેશ પાલ હત્યા કેસમાં આ બીજું એન્કાઉન્ટર
પાપ્ત વિગતો પ્રમાણે પ્રયાગરાજના કૌંધિયારા વિસ્તારમાં સામે સામે અથામણ થઈ હતી આ દરમિયાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી અને જેનું એન્કાઉન્ટર થયું હતું. ઉસ્માનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યું થયું હતું. ઉમેશ પાલ હત્યા કેસમાં આ બીજું એન્કાઉન્ટર છે. અગાઉ પોલીસે અતીક અહેમદના નજીકના સાથીદાર અરબાઝનું એન્કાઉન્ટર કર્યું હતું. અરબાઝ ક્રેટા કાર ચલાવતો હતો જેનો ઉપયોગ ઉમેશ પાલની હત્યામાં કરવામાં આવ્યો હતો. અરબાઝ અતીક અહેમદની કાર પણ ચલાવતો હતો. 

24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ હત્યા કરાઈ હતી
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે ગનર્સને આરોપીઓએ ગોળી મારી હત્યા કરી હકી. ઉમેશ પાલ રાજૂપાલ હત્યાકેસમાં સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ આરોપીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના બોર્ડીગાર્ડોનું મોત થયું હતું. આરોપીઓએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. 

હત્યાનો આરોપ અતીક અહેમદ પર
ઉમેશ પાલની હત્યાનો આરોપ અતીક અહેમદ પર લગાવવામાં આવી રહ્યો છે. અતીક હાલ સાબરમતી જેલમાં બંધ છે. પોલીસને શંકા છે કે જેલમાં રહીને અતીકે હત્યાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. વિગતો મુજબ અતીક અહેમદ રાજુપાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. આટલું જ નહીં પોલીસનું કહેવું છે કે ઉમેશ પાલનો અતીક અહેમદ સાથે જમીનને લઈને પણ વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. પોલીસે અતીક અહેમદ તેમજ અતીકના ભાઈ, પત્ની શાઈસ્તા પરવીન, અતીક અહેમદના બે પુત્રો અને અન્યો સામે કેસ નોંધ્યો છે. 

ઉમેશ પાલ હત્યા કેસમાં અત્યાર સુધી શું થયું?

  • 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા.
  • તપાસ દરમિયાન હત્યા કેસના તાર અતીક અહેમદ સાથે જોડાયેલા હતા.
  • ઉમેશની પત્નીની ફરિયાદ પર પોલીસે અતીક અહેમદ સહિત 14 લોકો સામે કેસ નોંધ્યો છે. 
  • પ્રયાગરાજમાં અતીક અહેમદના નજીકના લોકોની મિલકતો પર બુલડોઝર ફેરવાયું હતું. 
  • ઉમેશ પાલ હત્યા કેસમાં બે આરોપી ઉસ્માન ચૌધરી અને અરબાઝનું એન્કાઉન્ટર.
  • અતીક અહેમદના બંને પુત્રોને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. સગીર હોવાથી બંને બાળ સુરક્ષા ગૃહમાં રહેશે.

ઉમેશપાલ અને રાજૂ પાલ હત્યાકાંડ
ઉમેશ પાલ બહુજન સમાજ પાર્ટી વિધાયક રાજૂ પાલનાં હત્યાકાંડનાં મુખ્ય સાક્ષી હતાં. આ ઘટનામાં ઉમેશને સુરક્ષા પ્રદાન કરનારાં 2 કોનસ્ટેબલોમાંથી એક સંદીપ નિષાદને પણ મારી નાખવામાં આવ્યું હતું. રાજૂ પાલની હત્યામાં અતીક અહમદ અને તેનો ભાઈ આરોપી છે. અને ઉમેશ પાલનાં મર્ડર પાછળ પણ અતીકનો હાથ હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ