બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / A child died of rabies in Ghaziabad

ચોંકાવનારૂ / કૂતરાંના કારણે થતી 4500 વર્ષ જૂની આ બીમારીનો નથી કોઈ ઈલાજ, વેક્સિન ન લીધી થઈ જાય છે દર્દીનું મોત

Kishor

Last Updated: 10:40 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝિયાબાદમાં બાળકને થોડા દિવસ પહેલા શ્વાન કરડ્યો હતો, જોકે આ માહિતી છુપાવવામાં આવતા બાળકને હડકવાની અસર થઈ  હતી. જેને લઈને બાળકનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના
  • બાળકને હડકવાની અસર થયા બાદ બાળકનું મોત
  • શ્વાન કરડ્યા બાદ તાત્કાલિક રસી લેવી જોઈએ

તાજેતરમાં ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે..જેમાં બાળકને હડકવાની અસર થયા બાદ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે. આ કિસ્સાને પગલે બાળકના પરિજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. રિપોર્ટ અનુસાર બાળકને થોડા દિવસ પહેલા હડકવાની અસર ભોગવતો શ્વાન કરડ્યો હતો. જોકે આ કિસ્સાને છુપાવી રાખી કોઈને જાણ કરવામાં આવી ન હતી. જેને લઈને બાળકને હડકવા વિરોધી રસી પણ અપાઈ ન હતી. જેને લઈને થોડા દિવસોમાં બાળકને હડકવાનો ચેપ લાગી ગયો હતો.

14 વર્ષના દીકરાને કૂતરાંએ કરડ્યું, ડરના કારણે ઘરે કહ્યું નહીં: અચાનક દેખાયા  લક્ષણ અને મોત, રડતાં પિતાને જોઈ આખું શહેર થયું સ્તબ્ધ / Don't take it ...

હડકવા 4500 વર્ષ જૂનો રોગ માનવામાં આવે છે

જે ચેપ જીવલેણ નિવડતા બાળકે આખરી શ્વાસ ખેંચ્યા હતા. આ કરુણ ઘટનાને લઈ અરેરાટી મચી ગઇ છે. નોંધનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, હડકવા 4500 વર્ષ જૂનો રોગ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં મેડિકલ જગતની અનેક મથામણ છતાં આ રોગ નાબૂત કરવામાં સફળતા મળી નથી. આજ સુધી તેનો કોઈ ઈલાજ નથી. આથી હડકવાની અસર થાય તે પહેલા ચકાસણી કરવી જોઈએ. કારણ કે હડકવાનો ચેપ મગજ સુધી પહોંચે તો દર્દીનું મૃત્યુ થાય છે.

24 કલાકની અંદર રસી લેવાનું રાખવું જોઈએ
એક અંદાજ અનુસાર હડકવાના 95 ટકા કેસ કૂતરાના કરડવાથી થાય છે. ઘણા કિસ્સાઓમાં, લોકો કૂતરા કરડવા પછી ઘરેલું ઉપચારનો આશરો લે છે. પરંતુ આ રોગના વાયરસને કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચારથી ખતમ કરી શકાતા નથી. જેથી વિલંબ કર્યા વગર 24 કલાકની અંદર રસી લેવાનું રાખવું જોઈએ. કૂતરો કરડ્યા પછી પહેલા ઘા ધોઈ લેવો જોઈએ. આ સમયગાળા દરમિયાન, કોઈપણ ઘરેલું ઉપચારનો આશરો ન લેવો. તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બાદમાં હડકવા વિરોધી રસી લેવી જરૂરી છે. આનું કારણ એ છે કે હડકવાના વાયરસ કૂતરાની લાળમાં હોય છે. જો આ લાળ વ્યક્તિની ત્વચામાંથી લોહીમાં ભળે તો બાદમા ચેપ લગાડે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ