બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / A case of murder of a newborn child in Ahmedabad Chandkheda

અમદાવાદ / પોલીસને બાથરૂમમાં લોહીના ડાઘ દેખાયા અને થયો મોટો ખુલાસો: 9માં માળેથી તાજા જન્મેલા બાળકને નીચે ફેંકનાર યુવતીએ જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 05:49 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદખેડામાં આવેલ સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો, સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ અપાયો હતો કે એક નવજાત બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયુ.

  • અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા કેસ
  • 9માં માળની છત ઉપરથી તાજા જનમેલા બાળકને ફેંકી દેવાયો
  • આરોપી મહિલાની સારવાર બાદ ધરપકડ કરાશે


અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા મામલે આરોપી મહિલાની સારવાર બાદ ધરપકડ કરાશે. તો સાથે જ વિદેશમાં રહેતા તેના પ્રેમીની પણ વીડિયો કોલથી પ્રાથમિક પૂછપરછ કરી પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરશે. તો આરોપી યુવતીને ગર્ભ હતો તેની જાણ તેના પરિવાર કે અન્ય કોને કોને હતી તે બાબતે પણ વિગતવાર પૂછપરછ હાથ ધરાશે..

નવજાત બાળકની હત્યાનો બનાવ
બે દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ અપાયો હતો કે એક નવજાત બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયુ છે. મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ 9માં કે 10માં માળની છત ઉપરથી તાજું જનમેલું બાળકને ફેંકી દઈ હત્યા કરી છે. પોલીસને તપાસમાં સામે આવ્યું કે, 9માં માળેથી બાથરૂમ માંથી કોઈએ જન્મેલા બાળકને નીચે ફેંકી દીધું છે જેના આધારે તપાસ કરતા એક ફ્લેટનાં બાથરૂમમાં લોહીના ડાઘ મળી આવતા તપાસ કરતા હકીકત સામે આવી હતી કે ત્યાં રહેતી યુવતીએ બાળકને બાથરૂમમાં જન્મ આપ્યો હતો અને બાદમાં તેને બાથરૂમ માંથી જ નીચે ફેંકી દીધું હતું. જોકે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે બાળક મૃત જન્મ્યું હતું કે જીવીત. આ ઉપરાંત મહિલાની પણ તપાસ માટે એફએસએલ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ મહિલા હાલ સારવારમાં હોવાથી તેની તબિયત સ્થ્વસ્થ થયા બાદ પોલીસ મહિલાની ધરપકડ કરશે. 

The girl said 'Delivery took place in the bathroom

પરિવારથી સમગ્ર હકીકત છૂપાવી હતી
મહત્વનું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના પ્રેમી દ્વારા ગર્ભ રાખવામાં આવ્યું છે. પણ યુવતીએ તેના પરિવારથી સમગ્ર હકીકત છૂપાવી હતી. યુવતી અન્ય દેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરતી હતી અને થોડા સમય પહેલા જ અમદાવાદ આવી હતી. યુવતીનો પ્રેમી પણ હાલમાં અન્ય દેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે અને અવાર નવાર અમદાવાદ આવતો હોય છે. જેથી હવે ગર્ભ બાબતે કેટલા લોકો જાણતા હતા જેવી માહિતીઓ મેળવીને  પોલીસ દ્વારા તપાસમાં શરૂ કરાઇ છે

A newborn baby was thrown from the 10th floor of an apartment in Ahmedabad's Chandkheda.

પ્રેમીની પણ પૂછપરછ કરવામાં આવશે
પોલીસ હાલ મહિલાના સ્વસ્થ થવાની અને એફએસએલ રીપોર્ટની રાહ જોઈ રહી છે. મહિલાની ધરપકડ બાદ તેના પ્રેમીની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ તેનો પ્રેમી ભારતમાં છે કે કેમ, તેને કોઈ વાતની જાણ છે કે કેમ તેવા અનેક સવાલોના જવાબો પોલીસ મેળવશે. આ ઉપરાંત પ્રેમીને ખ્યાલ હોવા છતાં પણ તેને યુવતીને ડિલિવરી કરવા કે લગ્ન કરવા મનાઈ કરી હોય તો પોલીસ યુવતીના પ્રેમી પર પણ કાર્યવાહી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ