બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A BMW running at full speed in Ahmedabad threw 3 to 4 people in the air

ક્રાઇમ / અમદાવાદ BMW હિટ એન્ડ રન: VTVની ટીમ પહોંચતા અકસ્માત સર્જનારના ઘરે તાળાં, ACPએ કહ્યું 'તપાસ શરૂ'

Priyakant

Last Updated: 12:26 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMW કારચાલકે બેફામ ડાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા, અકસ્માતની ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

  • અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, રાહદારી યુગલને BMW ચાલકે અડફેટે લીધા
  • અકસ્માત સર્જી BMW ચાલક ફરાર, ઘટનાસ્થળના દોઢ કિમી આગળથી કાર મળી
  • કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી, નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા
  • અક્સ્માત થયેલી કારને સોલા પોલીસ સ્ટેશન લઈ જવાઈ

અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, એક BMW કારચાલકે બેફામ ડાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. આ તરફ હવે ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવી છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો ઝડપાઈ છે. જેને લઈ હવે કારને સોલા પોલીસ સ્ટેશન લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક એક BMW કારના ચાલકે બેફામ ડાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. આ તરફ હવે કારચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જોકે ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ બનેલી ઘટનામાં અત્યાર સુધી 3 થી 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. 

કારમાંથી દારૂની બોટલ અને ભાજપનો ખેસ મળ્યો 
અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અનેક નવી બાબતો સામે આવી રહી છે. આ ઘટનામાં BMW કારચાલકે રસ્તે જતા 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જે બાદમાં કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ તરફ પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો છે.  

સત્યમ શર્મા અકસ્માત સર્જી ફરાર થયો
ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં હવે આરોપીનું નામ સામે આવ્યું છે. જેમાં સત્યમ શર્મા નામનો વ્યક્તિ ગઈકાલે રાત્રે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેને લઈ VTV ન્યૂઝની ટીમ તેમના ઘરે પહોંચી હતી જોકે કાલ રાતથી આરોપી સત્યમ શર્માનું ઘર બંધ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે અકસ્માતનો ભોગ બનેલા દંપતીનું પરિવાર સત્યમ શર્માના ઘરે પહોંચ્યું હતું. જોકે રાત્રે 11 વાગ્યા બાદથી શર્મા પરિવાર ફરાર થઈ ગયો હોવાનું પણ ખૂલ્યું છે. 

શું કહ્યું આરોપી સત્યમ શર્માના રસોઇયાએ  ? 
સમગ્ર મામલે સત્યામ શર્માના ફરાર થવા અંગે ગૌતમભાઈ નામના રસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, શર્મા પરિવાર પાસે 4 જેટલી રોયલ કાર છે. આજે સવારથી ફોન કરી રહ્યો છું પણ ફોન બંધ છે. 

શું કહ્યું ઇજાગ્રસ્તોના પરિવારે ? 
સમગ્ર મામલે VTV ન્યૂઝ દ્વારા ઇજાગ્રસ્તોના પરિવારના એક મહિલાને પૂછતાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ મારા જીજાજીનો ફોન આવ્યો કે એક ગાડી અમને ટક્કર મારીને જતી રહી છે. અકસ્માત દરમિયાન મારી બેન ઊછળીને બહુ દૂર પડી હતી અને મારા જીજાજીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ બંનેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે એ બંનેનું ઓપરેશન છે. મારા જીજાજીને ફ્રેકચર અને બહેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ આજે ઓપરેશન છે. અમારી એક જ માંગ છે કે, અકસ્માત કરી ફરાર થઈ જનાર સામે કડકમાં કડક સજા થવી જોઈએ. 

 
BMW ની સ્પીડનો વીડિયો વાયરલ
ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બાદ હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં BMWની સ્પીડ 100થી વધુની સ્પીડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોકે હવે સોસીયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ શરૂ કરાઇ છે. આ સાથે અકસ્માત કરનાર વ્યક્તિની ગાડી છે કે નહીં તે મુદ્દે તપાસ તેજ થઈ છે.

શું કહ્યું પોલીસે ? 
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલે હવે N ડિવિઝન ACP અશોક રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. ACPએ જણાવ્યું હતું કે, રાતે 10 વાગ્યે અમે કેસ નોધ્યો હતો, BMW કાર ફૂલ જડપે જતિ હતી. આ દરમિયાન અમિત ભાઈ અને તેમના પત્નીને ઇજા થઈ છે. હાલ તેઓ ZYDUS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે ગાડીમાંથી દારૂની બોટલ મળી હતી, જેનો અલગ કેસ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. પોલીસે કહ્યું કે, સત્યમ શર્મા નામનો યુવક કાર ચલાવતો હતો, કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. આ સાથે કહ્યું કે, પ્રાથમિક તપાસ હજુ ચાલી રહી છે. ગાડીની સ્પીડ કેટલી હતી તેની તપાસ FSL દ્વારા કરાશે. પોલીસે કહ્યું કે, અક્સ્માતની ઘટના સ્થળ અને ગાડી મળી તે જગ્યાના CCTVની તપાસ કરાશે. સત્યમ શર્મા સોશિયલ મીડિયામાં પૂલ ઝડપે કાર ચલાવી વીડિયો અપલોડ કર્યો હતો. આ સાથે પોલીસે કહ્યું હતું કે, તે વીડિયોના આધારે પણ અલગ કેસ નોધાવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ