બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 20 feet gap across the pool connecting Rajpipla to Ramgarh

જવાબદાર કોણ ? / નર્મદાના રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટનું ગાબડુ! 10ગામો સંપર્ક વિહોણા, ગ્રામજનો પરેશાન-તંત્ર ઘોરનિંદ્રામાં

Khyati

Last Updated: 02:19 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપીપળાથી રામગઢને જોડતો પુલ ધોવાયો, બે વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા પુલ પર ભ્રષ્ટાચારનું મસમોટુ ગાબડું

  • નર્મદાના રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર ગાબડુ 
  • પુલ પર 20 ફૂટનું મસમોટું ગાબડું પડતા હાલાકી
  • 10 ગામોનો રાજપીપળા સાથેનો સંપર્ક તૂટ્યો

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા કેટલાય વિકાસના કાર્યોનું ધોવાણ થયું છે. કરોડોના ખર્ચે બનાવેલા રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો. ક્યાંક કરોડોના ખર્ચે નવનિર્મિત બ્રિજ અને રસ્તાઓ પર ખાડારાજ જોવા મળી રહ્યુ છે.  કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે પરંતુ અંદર તો પોલમપોલ હોવાનું  વારંવાર સામે આવે છે. ત્યારે વધુ એકવાર પુલ પર મસમોટુ ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી હતી. 

20 ફૂટના ગાબડામાં જીવના જોખમે પસાર થતા ગ્રામજનો 

જી, હા નર્મદાના રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર મસમોટું ગાબડું પડ્યું. એક બે ફૂટ નહી આતો 20 ફૂટનું ગાબડુ પડતા 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે.  આ બ્રિજના સામેના છેડે 9થી 10 ગામો આવેલા છે.  ગાબડાને કારણે સંપૂર્ણ વાહનવ્યવહાર ખોરવાયો છે.  જો કે આ મામલે તંત્ર હજી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. પંરતુ ગ્રામજનોએ આ પુલ પરથી પસાર થવાની એક તરકીબ શોધી નાંખી. તેઓ દોરડા અને નિસરણીની મદદથી ગાબડામાં થઇને રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા. વાહન તો આવી શકે તેમ નથી જેથી પગપાળા જ જીવના જોખમે ગાબડામાં થઇને અવરજવર કરતા જોવા મળ્યા હતા.

2 વર્ષ પહેલા બનાવેલા બ્રિજ પર ગાબડું

મહત્વનું છે કે બે વર્ષ પહેલા કરજણ નદી પર પુલ બનાવાયો હતો. કરોડોના ખર્ચે આ પુલ નિર્માણ પામ્યો હતો. પરંતુ મસમોટું ગાબડુ પડતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.  ગ્રામજનોએ 25 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આટલુ મોટુ ગાબડું પડતા  પુલના નબળા બાંધકામ અંગે સવાલો ઉઠી રહ્યા છે. 

 

કરોડો રૂપિયા ખાડામાં, જવાબદાર કોણ ?

ત્યારે અહીં સવાલ એ થાય કે કરોડો રૂપિયા ગયા ક્યાં ? કોની બેદરકારીને કારણ મસમોટું ગાબડુ પડ્યુ ? શું નબળુ બાંધકામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે ?  કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટરોને કામ તો આપી દેવાય છે પરંતુ ગુણવત્તાની અને કામગીરીની ચકાસણી કેમ નથી કરાતી ?  એવુ તો કેવી કામગીરી કે બે વર્ષમાં પુલ તૂટી ગયો. આ તમામ સવાલો અત્યારે ઉભા થઇ રહ્યા છે. તંત્ર દ્વારા હવે આ મામલે ક્યારે ખાડો પૂરવાની કામગીરી કરાશે તે જોવુ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ