બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / A 108-foot incense burner is going from Vadodara to Ayodhya: People everywhere are showering flowers, Jai Shri Ram chants echoed on the highway.

શ્રદ્ધા / વડોદરાથી અયોધ્યા જઈ રહી છે 108 ફૂટની અગરબત્તી: ઠેર ઠેર લોકો કરી રહ્યા છે પુષ્પવર્ષા, જય શ્રી રામના નારા ગૂંજી ઉઠ્યો હાઇવે

Vishal Khamar

Last Updated: 12:26 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબત્તીનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યા જતી અગરબત્તીનાં દર્શન કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

  • વડોદરા થી અયોધ્યા જતી 108 ફુટ લાંબી અગરબત્તીનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત
  • 108 ફૂટની અગરબત્તી ના દર્શને લુણાવાડા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું
  • 3500 કિલો વજનની અગરબત્તી 12 હજાર કિમીનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે

 22 મી જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનાં મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબતીનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યા જતી અગરબત્તીનાં દર્શન કરવા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.  વડોદરાના રામ ભક્તની 10 ફૂટ લાંબી અગરબત્તીનો શ્રી રામનાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપયોગ કરાશે. 

મોટી સંખ્યામાં યુવા સહિત મહિલાઓ અગરબત્તીનાં દર્શન કરી અભીભૂત થયા
વડોદરાનાં ભક્ત દ્વારા બનાવેલી 108 ફૂટની અગરબત્તીનાં દર્શને લુણાવાડા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. 108 ફૂટ લાંબી અગરબત્તી લઈને વડોદરાથી અયોધ્યા લઈ જતા લુણાવાડા નગરની કોટેજ ખાતે અગરબત્તીનું સ્થાનિક સાધુ, સંતો અને ભક્તોએ પૂજન અને સ્વાગત કર્યું હતું. લુણાવાડા ખાતે આવેલા કોટેજ નજીક અગરબત્તી આવતા જય શ્રી રામના નારાઓથી નગર ગુંજ્યું હતું. યજ્ઞમાં વાપરવામાં આવતી તમામ સામગ્રીનો ઉપયોગ કરીને આ અગરબત્તી બનાવવામાં આવી છે.  ડી.જે.ના તાલે નાચી નગરજનોએ અગરબત્તીનું સ્વાગત કર્યું હતું. ત્યારે યુવા સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી અગરબત્તીનાં દર્શન કરી નગરજનો અભીભૂત થયા હતા. 

108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરુપે રથ તૈયાર કરવામાં આવ્યો
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામ તેમના જન્મ સ્થળ પર બનેલો દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. ત્યારે આ  ઐતિહાસિક અને  આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે.  આ અગરબત્તી તારીખ 31ના રોજ બપોરે બે વાગ્યે વડોદરાથી અયોધ્યા રવાના થઈ હતી. 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરુપે રથ તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 12 હજાર કિલોમીટરનું અંતર કાપીને  અગબત્તી અયોધ્યા પહોંચશે. 

વધુ વાંચોઃ અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?

અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો
આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઇ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરનું છીણ, જવ, 280 કિલો તલ ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ