બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / વડોદરા / 8 died of heart attack in last 24 hours in Gujarat, today one more youth died while working in Vadodara

હવે તો હદ થઇ! / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 8નાં મોત, આજે વડોદરામાં વધુ એક યુવક કામ કરતા-કરતા ઢળી પડ્યો

Priyakant

Last Updated: 11:08 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heart Attack News: રવિવારે વડોદરામાં એકનું મોત, ભાવનગર અને સુરતમાં 3-3નાં વ્યક્તિના મોત તો વડોદરાના યુવકનું કુવૈતમાં મોત, ઘટના સીસીટીવીમાં કેદ

  • જીવલેણ હાર્ટ એટેકથી ગુજરાતમાં 24 કલાકમાં 8નાં મોત
  • વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં 3-3નાં લોકોના મોત 
  • વડોદરાના યુવકનું કુવૈતમાં મોત, ઘટના સીસીટીવીમાં કેદ  

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ તરફ ગઈકાલે રજાના દિવસે એટલે કે રવિવારે રાજ્યભરમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત થયા છે. ગુજરાતમા હાર્ટ એટેકથી રોજના 3-4 વ્યક્તિના મોત તો જાણે સામાન્ય બની ગયા વિગતો મુજબ રવિવારે વડોદરામાં એકનું મોત, ભાવનગર અને સુરતમાં 3-3નાં વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. આ તરફ  વડોદરાના એક યુવાનનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. 

ભાવનગરમાં એક જ દિવસમાં 3 લોકોનું હાર્ટ એટેકથી મોત 
ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિગતો મુજબ 40 વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત તો 58 વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું પણ હાર્ટ એટેકથી મોત થયું. આ સાથે રાજુલાથી ભાવનગર આવતા સમયે ઉમેશ માંડલિયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જેને લઈ મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

File Photo 

સુરતમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી ત્રણ વ્યક્તિના મૃત્યુ
આ તરફ સુરતમાં પણ એક જ દિવસે 3 લોકોના મોત થયા છે. વિગતો મુજબ અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. આ સાથે પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિ સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. વિગતો મુજબ સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ તરફ સુરતના વરાછાના 43 વર્ષીય મહેશ ખાંમ્બરનું મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે અગાઉ હાર્ટ એટેક આવ્યા બાદ ફરીથી હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે PM રિપોર્ટ બાદ મૃત્યુનુ યોગ્ય કારણ બહાર આવશે. 

File Photo

વડોદરામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત 
સંસ્કારી નગરી વડોદરાના 29 વર્ષીય કરણ પવારનું હાર્ટ એટેકથી મોત થયું છે. વિગતો મુજબ VIP રોડ પરની અશોક વાટિકામાં રહેતા યુવાનનું મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. મૃતકને બેચેની જેવું લાગતા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવા ગયો હતો. જોકે ડૉક્ટરની ચાલુ તપાસમાં કરણ પવાર અચાનક ઢળી પડતા મોત થયું છે. 

વડોદરાના યુવકનું કુવૈતમાં મોત 
વડોદરાના એક યુવકનું વિદેશમાં હાર્ટ એટેકથી મોત થયું છે. વાત જાણે એમ છે કે,  વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. પ્રકાશ કામ કરતા સમયે જ અચાનક જ ઢળી પડ્યો હતો. તેના મોતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માહિતી મુજબ દરજી કામ કરતો પ્રકાશ ચૌહાણ ઘણા સમયથી કુવૈતમાં સ્થાયી થયો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ