બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / 700 crore reform budget of AMC presented with various plans

AMC Budget / નશામુક્ત અમદાવાદ, સાબરમતીનું શુદ્ધિકરણ..., વિવિધ પ્લાન સાથે AMCનું 700 કરોડનું સુધારા બજેટ રજૂ, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 02:53 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024-25 નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂા. 12262.28 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. AMCના બજેટમાં વિપક્ષે 506 કરોડના સુધારા અને 295 કરોડના વિકાસના કામોનો ઉમેરો કરી 700 કરોડ રૂપિયાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

  • AMCના બજેટમાં વિપક્ષે 506 કરોડના સુધારા અને 295 કરોડના વિકાસના કામોનો કર્યો ઉમેરો
  • 700 કરોડ રૂપિયાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું
  • AMC સંચાલિત શાળામાં અટલ લેબની શરૂઆત કરવા બજેટમાં માંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ 2024-25 નું કુલ 12262.28 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. સ્ટે. કમિટીએ સૂચવેલા 1461.83 કરોડના સુધારા સાથે અંદાજપત્ર રજૂ કરાયું હતું. AMC સંચાલિત શાળામાં અટલ લેબ, એલ.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રૂમ શરૂ કરવાની બજેટમાં વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી. તેમજ છેલ્લા 17 વર્ષથી રાજ્ય સરકાર પાસે 34000 કરોડ રૂપિયા ઓક્ટ્રોયના લેવાના બાકી હોવાનો પણ અમદાવાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. 

જંગલ સફારી પાર્ક વિકસાવવા માટે 25 કરોડ ફાળવવાની માંગ કરી
વિપક્ષ દ્વારા 506 કરોડના સુધારા મુકવામાં આવ્યા હતા. જેમાં શહેરના વિવિધ વોટર લોગીંગ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવા માટે 50 કરોડ. જ્યારે જર્જરિત આવાસોની તાકીદે રીડેવલપમેન્ટ કરવા માટે બજેટમાં મૂકવાની માંગ કરી હતી. જંગલ સફારી પાર્ક વિકસાવવા માટે 25 કરોડ ફાળવવાની માંગ કરી હતી.  

ઝોન દીઠ એક ગામતળ મોડેલ ગામ તરીકે વિકસાવવા 20 કરોડ ફાળવવાની માંગ
ઝોન દીઢ ઓપન સ્પેસ ધરાવતા એક પ્લોટમાં બોક્ષ ક્રિકેટ માટે 3 કરોડની ફાળવણી કરવાની માંગ કરી હતી. ઝોન દીઠ એક ગામતળ મોડેલ ગામ તરીકે વિકસાવા 20 કરોડ ફાળવવાની માંગ કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ થતા પ્રજાની સલામતી માટે વિવિધ સાધનો માટે 10 કરોડ ફાળવવાની માંગ કરી હતી. તેમજ ઈડબલ્યુએસ આવાસમાં ડ્રેનેજ લાઈન બદલવા માટે 2 કરોડની માંગ કરી હતી. 

વધુ વાંચોઃ ગુજરાત યુનિ.માં કરોડોનું આંધણ છતાં સવલતો શૂન્ય! નજરે પડ્યું ધૂળ ખાતું ટેનિસ કોર્ટ, VCએ કર્યો 10 દિવસનો વાયદો

તળાવો ઇન્ટરલિંકિગ કરી વિકાસ માટે 10 કરોડનો સુધારો
તેમજ અમદાવાદને નશાખોરી મુક્ત કરવા માટે રિહેબ સેન્ટર બનાવવા માટે 2 કરોડ ફાળવવા માંગ કરવામાં આવી છે. સાબરમતી નદી શુદ્ધિકરણ કરવા 1 કરોડ ફાળવવા માટે માંગ કરવામાં આવી હતી. ફાયર ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીનો અકસ્માત વીમો લેવા 5 કરોડની ફાળવવાની માંગ કરી હતી. તેમજ લાંભા વોર્ડમાં વિકાસ કામો માટે વધુ બજેટ ફાળવવા 10 કરોડની માંગ. તળાવો ઇન્ટરલિંકિગ કરી વિકાસ માટે 10 કરોડનો સુધારો.દાણીલીમડા થી આંબેડકર બ્રિજ બનાવવામાં માટે 50 કરોડ ફાળવવાની માંગ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ