બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The sports complex built at the cost of crores of rupees at Gujarat University became a ruin

બેદરકારી / ગુજરાત યુનિ.માં કરોડોનું આંધણ છતાં સવલતો શૂન્ય! નજરે પડ્યું ધૂળ ખાતું ટેનિસ કોર્ટ, VCએ કર્યો 10 દિવસનો વાયદો

Vishal Khamar

Last Updated: 02:19 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર ખેલ ખેલ શે ગુજરાત રમશે ગુજરાત થાકી રમતવીરોને પ્રોત્સાહિત કરે છે. જ્યારે બીજી તરફ રમતવીરો માટે બનેલ મેદાનો વણવપરાયેલા છે, અને ધૂળ ખાઈ રહ્યા છે.ક્યાં છે. મેદાનો અને કેવી સ્થિતિમાં છે.

  • ગૃહમંત્રી અમિત શાહે CAA ને લઈ કરી મોટી જાહેરાત
  • CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે
  • CAA કાયદો 2019માં પસાર થયો હતોઃ અમિત શાહ

 અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ સંકુલ આકાર પામ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, બેન્ડમિન્ટન હોલ અને 15 હજાર વ્યક્તિ ટેનિસ જોઇ શકે તે પ્રકારનું સ્ટેડિયમ છે. પરંતુ કરોડો રૂપિયા ખર્ચે આકાર પામેલા સ્ટેડીયમ ધૂળ ખાઈ રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષથી બનેલા ટેનિસ કોર્ટ વણ-વપરાયેલાં સ્ટેડિયમાં કચરાના ઢગલા અને  ઠેર ઠેર વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. જ્યારે  ટેનીસ કોર્ટના લાગેલા સ્ટ્રીટ લાઈટ પણ તૂટી ગઈ છે..તો કયાંક વાયરો પણ નીકળી ગયા છે..સ્ટ્રીટ લાઈટના પોલ પણ નમી ગયા છે.

કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ હાલ ટેનિસ કોર્ટ છે. કેમ કે ક્યાંક કોઈ પખા પણ  કોઈ કાઢી ગયું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંદાજે 30 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને સ્પોર્ટસ સંકુલ તૈયાર કર્યું. જેથી યુનિવર્સીટીમાં ઇન્ટરનેશનલ કક્ષાનો રમત આયોજન થઇ શકે છે. પરંતુ હાલ આખા સપોર્ટ કોમ્પ્લેક્ષમાં અંદાજીત 18 થી 20 કરોડ રૂપિયા ઝાડી ઝાંખરા અને કચરાના ઢગલા  જોવા મળી રહ્યા છે. ટેનીસ કોર્ટ માટે ૫ થી ૭  કરોડ ખર્ચે નિર્માણ થયું હતું,પરંતુ  હાલ ધૂળ ખાઈ રહ્યું છે, જેથી રમતવીરો ઉપયોગ પણ ન થતા  વિદ્યાર્થી નેતા પણ  કરી વિરોધ કરી રહ્યા છે.

સમગ્ર મામલે અમે PPP મોડેલ આધારે શરુ કરવાના છીએ
જો કે ધૂળ ખાઈ રહેલા અને બંધ પડેલા ટેનિસ કોર્ટ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.નીરજા ગુપ્તા  સમક્ષ મૂકતા તેમણે જણાવ્યું હતું કે, સરકારના  સહયોગથી આખું સ્પોર્ટ કોમ્પલેક્ષ નિર્માણ પામ્યું છે..આ સમગ્ર મામલે અમે PPP મોડેલ આધારે શરુ કરવાના છીએ. જે અંગે  ટેન્ડર પ્રક્રિયા કરવામાં  આવશે, જેમાં કોન્ટ્રાક્ટર મળતાની સાથે કાર્યરત બનશે. 

વધુ વાંચોઃ કાઠિયાવડી ઠાઠમાઠ સાથે કરાશે સ્વાગત: રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ માટે જાણૉ કેવી છે તૈયારી

ઇન્ટરનેશનલ રમતનું આયોજન થતા ૧૦ દિવસમાં રાબેતા મુજબ શરૂ કરવાની વાત
આવનાર દિવસોમાં હવે યુનિવર્સીટી ઇન્ટરનેશનલ રમતનું આયોજન થતા ૧૦ દિવસમાં રાબેતા મુજબ શરૂ કરવાની વાત કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે રમતગમત નું આયોજન ન થતું હોય તો શું રમતવીરો માટે નિર્માણ પામેલા સ્પોર્ટ કોમ્પલેક્ષ કોઈ દરકાર પણ લેતા નથી. કરોડો રૂપિયા ખર્ચે નિર્માણ પામેલા સ્ટ્રક્ચર શોભાના ગાંઠિયા સમાન બની રહેતું હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ