બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 60 students of LJ College were fooled by the lure of a package of 65 thousand

સાયબર સ્કેમ ઍલર્ટ / 65 હજારના પેકેજની લાલચમાં LJ કોલેજના 60 વિદ્યાર્થીઓ ભોળવાઇ ગયા, ભેજાબાજોએ 75 હજારનો ચૂનો ચોપડ્યો

Priyakant

Last Updated: 09:34 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Scam Alert News: સાયબર ભેજાબાજોએ સ્ટૂડન્ટ્સને એવી લાલચ આપી કે, તેઓને પ્રતિષ્ઠિત પાવર જનરેશન કંપનીમાં ટ્રેઈની એન્જિનિયરની નોકરી આપવામાં આવશે અને પછી.....

  • અમદાવાદથી સામે આવ્યું મોટું સાયબર જોબ સ્કેમ
  • LJ કોલેજના 60 વિદ્યાર્થીઓ જોબના નામે છેતરાયા 
  • સાયબર ભેજાબાજોએ 75 હજારનો ચૂનો ચોપડ્યો

દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમની વચ્ચે હવે અમદાવાદથી એક મોટું સાયબર જોબ સ્કેમ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, એન્જિનિયરિંગના 60 જેટલાં વિદ્યાર્થીઓ આ સ્કેમના શિકાર બન્યા છે. એલજે ઈન્સિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના વિવિધ એન્જિનિયરિંગના 60 જેટલાં સ્ટૂડન્ટ્સને શિકાર બન્યા છે. વિગતો મુજબ સાયબર ભેજાબાજોએ આ સ્ટૂડન્ટ્સને એવી લાલચ આપી હતી કે, તેઓને પ્રતિષ્ઠિત પાવર જનરેશન કંપનીમાં ટ્રેઈની એન્જિનિયરની નોકરી આપવામાં આવશે. જેને લઈ આ વિદ્યાર્થીઓ પણ ભેજાબાજોની ચાલમાં ફસાઈ ગયા અને પછી 75,000ની છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું છે. 

અમદાવાદની એલજે ઈન્સિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કેમિકલ્સ, કમ્પ્યુટર્સ, મિકેનીકલ, ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, સિવિલ વગેરે જેવા એન્જિનિયરિંગ કોર્ષના સ્ટૂડન્ટ્સ આનો શિકાર બન્યા છે. વિગતો મુજબ બદમાશોએ ચાલાકીપૂર્વક તેમને નિશાન બનાવી 75,000ની છેતરપિંડી આચરી હતી.

પ્રોફેસરને નોકરી મળ્યો મેસેજ અને પછી...
આ તરફ ભોગ બનેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,બદમાશોએ એલજે યુનિવર્સિટીના એક પ્રોફેસરને નોકરીની તક માટેનો મેસેજ મોકલ્યો હતો. જે બાદ પ્રોફેસરે પણ તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. જોકે બાદમાં નોકરીના કૌભાંડની શંકા ઊભી થઈ હતી.

Topic | VTV Gujarati
File Photo

જાણો કેવી રીતે થયું કૌભાંડ?
એલજે યુનિવર્સિટીએ સમગ્ર મામલે બુધવારે સાયબર ગુનેગારો સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. આ અરજીમાં લખ્યું હતું કે, અમે  ઘટનાની જાણ કરી રહ્યાં છીએ કે, ગઈ 21 જૂન, 2023ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે એક વેબસાઈટ પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. જેમાં દરેક ઉમેદવાર પાસેથી રુપિયા 1250ની ફી માગવામાં આવી હતી. કેટલાંક વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ અને ક્યૂઆર કોડ દ્વારા ચૂકવણી કરી હતી. ત્યારબાદ અમને જાણવા મળ્યું કે, આ એક છેતરપિંડીનો ભાગ છે.

જાણો ભોગ બનનાર વિદ્યાર્થીએ શું કહ્યું ? 
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનના એક વિદ્યાર્થી કેવિન દેસાઈએ કહ્યું કે, પ્રોફેસરને વોટ્સએપ પર મળેલાં મેસેજની મેં વેબસાઈટ ચેક કરી હતી. જે એક અગ્રણી જૂથ સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એવો પણ ઉલ્લેખ હતો કે, ટ્રેઈની એન્જિનિયર્સને મહિને રુપિયા 65,000નો પગાર આપવામા આવશે. મેં વિશ્વાસ રાખીને તરત જ એન્ટરન્સ એક્ઝામ અને મેડિકલ ટેસ્ટ માટે રુપિયા 1250 ભરી દીધાં. માહિતી મુજબ આ મેસેજમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જો ઉમેદવાર પસંદ ન થાય તો તેને રિફંડ મળશે. જેથી મેં અને મારા સાથી વિદ્યાર્થીઓએ આંધળો વિશ્વાસ મૂકી દીધો અને રુપિયા ચૂકવી દીધા હતા. એના થોડા દિવસો પછી અમને પાવર જનરેશન કંપની દ્વારા સમર્થનનો કોઈ ઈમેલ ન નળ્યો એટલે શંકા ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ