બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / 6 tips daily to stay away from heart disease tips for healthy heart

તમારા કામનું / ક્યારેય નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ્સ! દરરોજ ફોલો કરો આ 6 ટિપ્સ, રહેશો એકદમ ફિટ

Arohi

Last Updated: 07:12 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટની બિમારી દુનિયાભરમાં મોતના કારણમાં સૌથી ઉપર છે. જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછી કરવા માંગો છો તો દરરોજ આ 6 ટિપ્સને ફોલો કરો.

  • હાર્ટ હેલ્થ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી 
  • દુનિયામાં હાર્ટ એટેકથી મોત સૌથી વધારે 
  • સ્વસ્થ્ય રહેવા દરરોજ કરો આ વસ્તુઓ 

એવા ઘણા કારણ છે જે હાર્ટની બિમારીના ખતરાને વધારી શકે છે. તેમાંથી ઘણી એની બિમારી છે જેને તમે નિયંત્રિત કરી શકો છો. માટે જો તમે પોતાના હાર્ટની બિમારીના ખતરાને ઓછુ કરવા માંગો છો તો નીચે દર્શાવવામાં આવેલી વસ્તુઓ દરરોજ ફોલો કરો. 

સ્મોકિંગ ન કરો 
ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ તો તમને ખબર હશે. પરંતુ આ ચેતાવણી ફક્ત સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થવા પહેલા આપવા માટે નથી હોતી. તમારે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર, સિગરેટના ઘુમાડામાં 7,000થી વધુ રસાયણોનું ઝેરી મિશ્રણ હોય છે. 

જે શ્વાસ લેવા પર મહત્વપૂર્ણ શારીરિક કાર્યોમાં હસ્તક્ષેપ કરી શકે છે. જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમને હાર્ટ અને શરીરના બાકી ભાગોમાં ઓક્સીજન યુક્ત બ્લડ પહોંચવું આ પ્રક્રિયાઓમાંથી એક છે. 

સ્વસ્થ્ય ખોરાક લો 
જ્યારે તમારા હાર્ટ હેલ્થની વાત આવે છે તો ડાયેટ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સુનિશ્ચિત કરો કે તમે પોતાની ડાયેટમાં શાકભાજી, ફળ, હોલ ગ્રેઈન્સ, ફળો, નટ્સ, છોડ આધારિત પ્રોટીન અને માછલી શામેલ કરો. રિફાઈન્ડ કાર્બ્સ, ગળ્યુ ભોજન, સેચ્યુરેટેડ ફેડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછુ કરો. 

વધારે ચાલવાની આદત પાડો 
હૃદયરોગથી બચવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ છે. કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિનમાં ફ્રંટિયર્સમાં એક અભ્યાસમાં સતત કસરત અને હૃદયના મૃત્યુના ઓછા જોખમ તેમજ હૃદય રોગના વિકાસ વચ્ચેની લિંક મળી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દરરોજ ઓછામાં ઓછા 150 મિનિટ મીડિયમ ચાલવાની અથવા 75 મિનિટ ઝડપી ચાલવાની ભલામણ કરે છે.

સારી ઉંઘ લો 
ઊંઘ એ એક સૌથી મહત્વપૂર્ણ ફેક્ટર છે. જેના પર ઘણીવાર કોઈનું ધ્યાન જતું નથી. સંશોધન દર્શાવે છે કે જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમને હાર્ટ એટેક, ડાયાબિટીસ અને ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે. વર્તમાન કાર્ડિયોલોજી રિવ્યુમાં પ્રકાશિત થયેલા અભ્યાસ સહિત કેટલાક અભ્યાસો જણાવે છે કે તમારા હૃદયના સ્વાસ્થ્યને નિયંત્રણમાં રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

સ્ટ્રેસથી બચો 
યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રોનિક સ્ટ્રેસ અથવા લાંબા સમય સુધી સ્ટ્રેસ હાઈ બ્લડ પ્રેશર વધારી શકે છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. તેથી તમારા સ્ટ્રેસના સ્તરને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો.

સ્વસ્થ્ય વજન જાણવી રાખો 
વધારે વજન અથવા મેદસ્વી હોવાને કારણે હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કારણ કે તેઓ તમારા ટ્રાઇગ્લિસરાઇડ્સ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. આ તમામ પરિબળો હૃદય રોગને ટ્રિગર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ