બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 policemen of Chandkheda police station suspended

કાર્યવાહી / વૃદ્ધ દંપતિને ઢસડીને પોલીસ સ્ટેશન લાવવું ભારે પડ્યું, 6 પોલીસકર્મી સસ્પેન્ડ , PI સામે પણ તપાસ થશે

Ronak

Last Updated: 03:31 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃદ્ધ દંપતિને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ આવવા બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનના કુલ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથેજ PI સામે પણ ખાતાકિય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  • ચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસકર્મી સસ્પેન્ડ 
  • દંપતિને ઢસડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. 
  • સમગ્ર મામલે PI સામે પણ ખાતાકીય તપાસના આદેશ 

અમદાવાદમાં વૃદ્ધ દંપતિને ઘરેથી ઢસડીને પોલીસ સ્ટેશન લઇ જવાના મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI સામે પણ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

મકાન ખાલી કરવાને લઈ તકરાર થઈ હતી 

દંપતિ દ્વારા પોતાનું ભાડાનું મકાન ખાલી કરાવાને લઇ PI વી.જી.રાઠોડ સાથે તકરાર થઇ હતી. ત્યારે ચાંદખેડા PI કે.વી.પટેલે વૃદ્ધ દંપતિ નહીં પણ PI વી.જી.રાઠોડની મદદ કરી હતી. જેને લઇ દંપતિએ સમગ્ર મામલે કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ કોર્ટે તપાસ કરવા આદેશ આપ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઇ સવાલ ઉઠી રહ્યાં છે કે. વૃદ્ધોની સલામતિનો દાવાની વચ્ચે પોલીસ જ વૃદ્ધ પર અત્યાચાર કેમની કરી શકે. 

કોર્ટના આદેશ બાદ કાર્યવાહી થઈ 

કોર્ટના આદેશ બાદ જ કેમ કાર્યવાહી કરવામાં આવી?. શું પોલીસકર્મી ગુનો કરે તો તેમની સામે બીજો પોલીસકર્મી કાર્યવાહી ન કરે?. પોલીસકર્મી એકબીજાના ગુના છૂપાવી ગુનાખોરીને કેમ વધારો આપે છે?. ચાંદખેડા PI કે.વી.પટેલે વૃદ્ધ દંપતિની કેમ મદદ ન કરી?આ સવાલ હાલમાં દરેકના મનમાં ઉઠી રહ્યો છે. 

પોલીસ સામે ઉઠ્યા ગંભીર સવાલો 

સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. સાથેજ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. જેમા દંપતિના મકાનમાં ભાડે રહેતા PI વી.જી.રાઠોડની ચાંદખેડા PIએ કેમ મદદ કરી?. જો પોલીસ જ વૃદ્ધ દંપતિ પર અત્યાચાર કરશે તો ફરિયાદ કોને કરવી?. આવા પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહી કેમ નથી કરાતી?. જે વૃદ્ધ દંપતિનું સન્માન ન કરે તે પોલીસકર્મી બીજાની શું સેવા કરશે?. પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયા એટલે શું તમે કંઇ પણ કરશો?. તમે પોલીસકર્મી લોકોની સુરક્ષા અને સેવા માટે બન્યા છો ના દાદાગીરી માટે?. કોર્ટે આદેશ ન આપ્યો હોત તો શું પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરાતી?. શું દરવખતે કોર્ટે જ કાર્યવાહીનો આદેશ આપવો પડશે પોલીસકર્મીઓ ખુદ કાર્યવાહી ન કરી શકે?.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ