બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / 6 people died in an accident near Surat, Ahmedabad and Meghraj

દુર્ઘટના / સાચવજો.! રોડ પર ફરી રહ્યા છે મોતના ડમ્પર, અરવલ્લીમાં 3ને ફંગોળ્યા તો સુરતમાં 3 લોકોને ડમ્પરે કચડયા, તમામના મોત

Kishor

Last Updated: 04:33 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ગ અકસ્માતને પગલે ગુજરાત માટે આજનો દિવસ ગોજારો સાબિત થયો હતો.જેમાં સુરત, અમદાવાદ અને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર મેઘરજ નજીક અકસ્માતની ૩ ઘટના સામે આવી હતી. જેમાં ૬ લોકો કાળનો કોળીયો બની ગયાનું સામે આવ્યું છે.

  • અરવલ્લીના મેઘરજના કાલીયા કૂવા નજીક અકસ્માત
  • સુરતના કામરેજના વિહાનથી ટીમ્બા ગામ નજીક અકસ્માતમાં ત્રણના મોત
  • અમદાવાદના ઈસનપુર ગોવિંદવાડી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતા ટ્રકનો અકસ્માત

રાજ્યમાં દિવસેને દિવસે વધતી જતી અકસ્માતની ઘટનાએ સૌથી વધુ ચિંતાજનક બાબત ગણવામાં આવી રહી છે. છાશવારે માર્ગ અકસ્માતને પગલે અનેક લોકો કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતની ઘટનાનો ચિંતાજનક સિલસિલો અટકે તે જરૂરી છે. આવી સ્થિતિ વચ્ચે આજે અરવલ્લીના મેઘરજના કાલીયા કૂવા નજીકનો માર્ગ મરણચીસોથી ગુંજયો હતો. અકસ્માતમાં 3 યુવકના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજસ્થાનની સરહદની સરથુણા ચોકડી નજીક કાળ બનેને આવેલ ડમ્પરે બાઈકને આડફેટે લેતા ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા મેઘરજના ડચકા બેલ્યો ગામના ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયતા સમગ્ર પંથકમાં અરેરાટી સર્જાઈ હતી. સાથે એક ગ ગામના ત્રણ યુવાનોની આર્થી ઉઠતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં મેઘરજ  પોલીસે ઘટનાસ્થળે તપાસ અર્થે દોડી ગઇ હતી.

સુરત નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત
 
બીજી બાજુ સુરતમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં, સુરતના કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. બેફામ ડમ્પર ચાલકે ત્રણ લોકોને કચડ્તા ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયા બાદ અચાનક ડમ્પરમાં આગ લાગી હતી. ડમ્પર ખસેડતા સમયે અચાનક આગ લગતા તાત્કાલિક ફાયરની ટીમ દ્વારા સ્થળ પર પહોંચો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આ સાથે કામરેજ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ઈસનપુર ગોવિંદવાડી પાસે અકસ્માત

તો અમદાવાદમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના ઈસનપુર ગોવિંદવાડી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો ટરના ઢાંકણામાં ટાયર ફસાઇ જતા ટ્રક પલટી મારી ગયો હતો. સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ