બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / 48-year-old middle-aged man jailed for 20 years for raping 17-year-old girl in Surat

એક્શન / સુરતમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 48 વર્ષના આધેડને 20 વર્ષની કેદ, સાથે દંડ અને વળતર ચૂકવવા પણ આદેશ

Priyakant

Last Updated: 08:53 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: 1 વર્ષ પહેલા ડ્રાઈવર ઈસમ 17 વર્ષની સગીરાને ભગાડી ગયો અને બાદમાં અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

  • દુષ્કર્મ કરનાર 48 વર્ષના આધેડને 20 વર્ષની સખત કેદ
  • કોર્ટે આધેડને 20 વર્ષની સખત કેદ અને 50000નો દંડ ફટકાર્યો 
  • પીડીત સગીરાને 70000 નું વળતર ચૂકવવા કર્યો આદેશ
  • એક વર્ષ પહેલા લાજપોરની સગીરાને ડ્રાઈવર ભગાડી ગયો હતો

સુરત સમાચાર: સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. વાત જાણે એમ છેકે, સુરતની કોર્ટે એક 17 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં 48 વર્ષના આધેડને સજા ફટકારી છે. આ ઇસમે સગીરાને ભગાડી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 

સુરતના લાજપોર વિસ્તારમાં 1 વર્ષ પહેલા એક ડ્રાઈવર ઈસમ 17 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. જે બાદમાં અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. લાજપોર વિસ્તારમાં જ રહેતા ડ્રાઈવર અબ્દુલ હમીદ હસીમએ દુષ્કર્મ કર્યું હતું. જોકે હવે કોર્ટે આરોપી 48 વર્ષના આધેડને 20 વર્ષની સખત કેદ ની સજા ફટકારી છે.

48 વર્ષના આધેડને સુરતની કોર્ટે પીડીત સગીરાને 70000 નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે આધેડને 20 વર્ષની સખત કેદ અને 50000નો દંડ ફટકાર્યો છે. વિગતો મુજબ સગીરા સચિન હોજીવાલા એસ્ટેટમાં સાફ-સફાઈનું કામ કરતી હતી અને અબ્દુલ હમીદ હસીમ ઈકો ગાડી ચલાવતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ