બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 48 hours heavy in Ahmedabad, red alert in these two districts of Saurashtra

સાચવજો! / અમદાવાદમાં 48 કલાક ભારે, સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં રેડ ઍલર્ટ: જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં અતિભારે વરસાદની છે આગાહી

Malay

Last Updated: 01:17 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

 

  • આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં રહેશે વરસાદ 
  • કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના
  • અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 
  • કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આજે આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી,  જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

અમદાવાદમાં આગામી 48 કલાક ભારે
અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરના એસ.જી હાઇવે પર વિઝિબિલિટી લો થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 3

No description available.

કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ખાવડા, લખપત, નખત્રાણામાં વરસાદ પડી રહ્યો છે. તો ભુજ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

શું છે હવામાન વિભાગની આગાહી?
- આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં રહેશે વરસાદ 
- રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદ
- સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પડશે વરસાદ 
- પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા
- ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના
- અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ રહેશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ