બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 40 more buses given to Gujarat ST Corporation after festivals, Harsh Sanghvi gave green signal
Last Updated: 10:12 AM, 25 October 2023
ADVERTISEMENT
GSRTC New Bus News : તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2x2 બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આ સાથે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.
ADVERTISEMENT
એસટી નિગમને મળી વધુ 40 બસ
આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી નિગમને વધુ 40 બસ મળી છે. વિગતો મુજબ આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઈ છે. આ સાથે બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, UPIથી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.
ADVERTISEMENT
શું કહ્યું હર્ષ સંઘવીએ ?
આ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આવનારા એક વર્ષમાં વધુ 2 હજાર બસો લાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમને સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. જેથી હવે સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. આ સાથે તેમણે કહ્યું કે, ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.