બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / 3 scenarios that can give rise to India-Pakistan semifinal clash in ODI World Cup 2023

વર્લ્ડમાં ખરુ બન્યું / 'ફાઈનલની જીત' 3 માંથી એક ટીમને અપાવશે સેમીની ટિકિટ, સાથે બીજું પણ ખરું, તો જ ભારત સામે ટકરાઈ શકશે

Hiralal

Last Updated: 07:12 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની સેમી ફાઈનલની ચોથી ટીમ માટે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રસાકસી છે. અફઘાનિસ્તાનની શક્યતા ઘણી ઓછી છે.

  • વર્લ્ડ કપની સેમી ફાઈનલની ચોથી ટીમ માટે 3 ટીમો વચ્ચે જંગ
  • પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાને તેની છેલ્લી મેચ જીતવી પડે
  • અફઘાનિસ્તાનની શક્યતા ઓછી
  • પાકિસ્તાન કે ન્યૂઝીલેન્ડ આવી શકે 

ફાઈનલની જીત એટલે સેમી ફાઈનલ માટે રમી રહેલી 3 ટીમો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ તેની પોતપોતાની છેલ્લી મેચ જીતે અને બાકીની ટીમો મોટા અંતરથી હારે તો જ કોઈ એક સેમી ફાઈનલમાં ભારત સામે આવી શકે છએ. 

ન્યૂઝીલેન્ડ સેમી ફાઈનલમાં કેવી રીતે પહોંચી શકે 
ન્યુઝીલેન્ડના હાલમાં 8 પોઈન્ટ છે અને શ્રીલંકા સાથે તેની આખરી મેચ બાકી છે. આ મેચ 9 નવેમ્બરે બેંગલુરુમાં યોજાવાની છે. અને અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ માત્ર તેના પર્ફોમન્સ પર જ મદાર નથી રાખી રહ્યું. જો ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામે હારી જાય તો તેમના માટે સેમિ ફાઈનલમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો એ રહેશે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પોતપોતાની મેચો હારી જાય. આ કિસ્સામાં, નેટ રન રેટની ભૂમિકા વધશે. સાથે જ જો વરસાદને કારણે આ મેચ ધોવાઇ જાય તો ન્યૂઝીલેન્ડને 9 પોઇન્ટ મળશે અને જો આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન હારી જાય છે તો ન્યૂઝીલેન્ડને આરામથી સેમીફાઇનલની ટિકિટ મળી જશે. ન્યૂઝીલેન્ડનો નેટ રનરેટ સારો છે. જો ત્રણેય ટીમો પોતપોતાની મેચ હારે કે જીતે તો ન્યૂઝીલેન્ડને સેમીફાઈનલમાં પહોંચવાની સારી તક રહેશે.

અફઘાનિસ્તાનનું પહોંચવું અઘરું 
અફઘાનિસ્તાન માટે હવે સેમિ ફાઈનલમાં પ્રવેશવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. તેની છેલ્લી લીગ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. જો તેઓ સાઉથ આફ્રિકાને હરાવશે તો તેમના 10 પોઈન્ટ થઈ જશે. પરંતુ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન પણ 10 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. અફઘાનિસ્તાનનો નેટ રનરેટ પણ ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં તેમને વધારાની મદદની જરૂર પડશે. અફઘાનિસ્તાને ન માત્ર દક્ષિણ આફ્રિકાને મોટા અંતરથી હરાવવું પડશે, પરંતુ એ પણ આશા રાખવી પડશે કે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન મોટા અંતરથી હારે. અને જો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન પોતપોતાની મેચ હારે તો પછી સાઉથ આફ્રિકા સામેનો કોઈ પણ વિજય અફઘાનિસ્તાનને સેમિ ફાઈનલમાં પહોંચાડી દેશે. જો ત્રણેય ટીમો હારી જાય તો અફઘાનિસ્તાન માટે સેમિ ફાઈનલમાં પહોંચવું અત્યંત મુશ્કેલ બની જશે કારણ કે તેમનો નેટ રનરેટ નેગેટિવ (-0.338)માં છે.

પાકિસ્તાન પહોંચી શકે પણ એક સમીકરણ બને તો 
પાકિસ્તાન માટે સારી બાબત એ છે કે, જ્યારે તે ઈંગ્લેન્ડ સામે તેમની આખરી લીગ મેચ રમશે, ત્યારે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આવી સ્થિતિમાં તેઓ સ્પષ્ટપણે જાણી જશે કે, સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે તેણે શું કરવાનું છે. પાકિસ્તાનની ટીમ ઈચ્છશે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પોતપોતાની મેચ હારે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે.પણ જો ન્યુઝીલેન્ડ જીતે અને અફઘાનિસ્તાન હારે તો પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે જંગી અંતરથી જીતવું પડે તેમ છે કારણ કે તેમનો નેટ રનરેટ ન્યુઝીલેન્ડ કરતાં ઓછો છે. જો અફઘાનિસ્તાન પણ ન્યૂઝીલેન્ડની સાથે પોતાની છેલ્લી મેચ જીતશે તો તે સ્થિતિમાં પણ પાકિસ્તાને મોટી જીત મેળવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ