બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 girls drowned in Narmada canal near Mehsana

મહેસાણા / કડીની નર્મદા કેનાલમાં 3 કિશોરી ડૂબી, એકને ભારે જહેમત બચાવાઈ, 2 ધસમસતા પાણીના વહેણમાં ગરકાવ

Kishor

Last Updated: 07:20 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડીના વરખાડિયા ગામ પાસે નર્મદા કેનાલમાં ત્રણ સગીરાઓ ડૂબી જતા ચકચાર મચી જવા પામી હતી.

  • મહેસાણાના કડીની નર્મદા કેનાલમાં 3 કિશોરી ડૂબી
  • વરખાડિયા ગામ પાસે નર્મદા કેનાલમાં ડૂબી ત્રણ કિશોરીઓ
  • સ્થાનિક તરવૈયાઓએ એક કિશોરીને જીવિત પાણીમાંથી બચાવી લીધી

મહેસાણાના કડી પંથકમાં ચકચારી ઘટના સામે આવી છે. જેમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલ 3 કિશોરીઓ વરખડીયા ગામે નર્મદાની કેનલમાં કપડા ધોવવા ગઈ હતી. આ દરમિયાન પગ લપસતા ત્રણેય અકસ્માતે કેનાલમાં ખાબકી હતી. જે મામલે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો અને લોકો તથા રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. જ્યા બચાવ કાર્ય હાથ ધરી એક સગીરાને બચાવી લીધી હતી. જ્યારે બે સગીરાની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.


ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકોએ હાથ ધરી શોધખોળ
 
કડીના વરખડીયા ગામે બે વિરમગામ તાલુકાની અને એક માંડલ તાલુકાની કિશોરી ડૂબી ગયાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના નીલકી ગામની પૂજા નાનુભાઈ ભરવાડ (ઉં.વ.18) પોતાના માસા માતમ ભાઈના ઘરે તથા પિંકી સેનાભાઈ ભરવાડ (ઉં.વ.14) મામા મનુભાઈ ભરવાડના ઘરે અને ભરવાડ કિસાબેન કનુભાઈ પોતાના મામા ભરવાડ કિરણભાઈના ઘરે વેકેશન કરવા આવી હતી. આ દરમિયાન આજે બપોરે નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગઈ હતી. જ્યા ત્રણેયના પગ લપશી જતા ત્રણેય પાણીમાં પડી ગઈ હતી. આ વેળાએ તરતા આવડતું હોવાથી કિસા ભરવાડ તાત્કાલિક બહાર આવી ગઈ હતી. જેને અવાજ કરતા  આજુબાજુના લોકો દોડી ગયા હતા.


બે કિશોરીઓ નર્મદાના પાણીમાં થઇ ગરકાવ

બાદમાં હકીકત જાણી સ્થાનિક પોલીસને જાણ કરતા બાવલુ પોલીસ અને ફાયર ફાઈટરના તરવૈયાઓ વરખડિયા નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યા તરવૈયાઓ સહિતનાઓએ કિશોરીઓની શોધખોળ હાથ ધરી હતી. જો કે બે દીકરીઓની હજુ કોઈ ભાળ ન મળતા પરિવારજનોના જીવ ઉચ્ચક થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ