બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / ભાવનગર / 250 coronavirus cases reported in last 10 days in Bhavnagar

કોરોના વાયરસ / અમદાવાદ અને સુરત બાદ હવે આ જિલ્લામાં કોરોનાએ માથું ઉચક્યું, 10 દિવસમાં આટલા કેસ નોંધાયા

Hiren

Last Updated: 05:36 PM, 9 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને સુરત બાદ હવે ભાવનગર પર કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ભાવનગરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 250થી વધુ કેસ નોંધાતા વહીવટી તંત્રમાં ચિંતા ઉભી થવા પામી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ દર્દીઓને દાખલ કરવા માટે ઉભી કરેલી વ્યવસ્થા ટૂંકી પડશે તેમ મનાઈ રહ્યં છે. ત્યારે હવે જો આ જ પ્રમાણે સંક્રમણ વધશે તો આગમી દિવસોમાં મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ અને અમરગઢ ખાતે આવેલી જીથરીની હોસ્પિટલમાં સારવાર માટેની સુવિધા ઉભી કરાશે.

  • 10 દિવસમાં કોરોનાનો કાળો કહેર 
  • 250થી વધુ કેસ નોંધાયા
  • પોઝિટિવ કેસની સંખ્યા 442 થઇ 

માર્ચ માસથી ભાવનગરમાં કોરોનાનો કહેર શરૂ થયો છે. તે શરૂઆતના દિવસોમાં મધ્યમ રહ્યાં બાદ હવે જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. આજ સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 442 થવા પામી છે. ગત માસમાં જેટલા કેસ એક માસમાં નોંધાયા હતા તેટલા કેસ માત્ર 10 દિવસમાં નોંધાતા લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે. 

13 વોર્ડમાં 13 સર્વેલન્સ ટિમો બનાવાઇ

ખાસ કરીને લૉકડાઉન બાદ અનલૉક 1 અને 2માં છૂટછાટ મળવાથી સંક્રમણ વધી રહ્યું છે અને તેના કારણે કેસો વધી રહ્યાં છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 15 જેટલા લોકોના કોરોનાના કારણે મોત પણ થાય છે. જો કે ભાવનગરમાં આમતો સ્થાનિક ઉપરાંત અમદાવાદ અને સુરતથી આવનારા લોકોને કોરોના પોઝિટિવ હોવાના કિસ્સા વધુ સામે આવ્યા છે. ભાવનગરમાં સિવિલ હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ તેમજ શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવને રાખવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે હવે કેસો વધાતાએ જગ્યા ટૂંકી પડશે તેમ મનાઈ રહ્યું છે. ભાવનગરના તંત્રએ સંક્રમણ અટકાવવા માટે મનપાના 13 વોર્ડમાં અલગ અલગ 13 સર્વેલન્સ ટિમો બનાવીને કામ હાથ ધર્યું છે. આ ઉપરાંત હિસ્ટ્રી છુપાવનારા સામે એફઆરઆઈના કેસ કરવાની પણ જાહેરાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.

ભાવનગરની સરકારી હોસ્પિટલના તમામ બેડ ફૂલ

ભાવનગરમાં આમ તો અત્યાર સુધીમાં 442 કેસો નોંધાયા છે. જેમાંથી 181 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે, તો હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ ખનગી હોસ્પિટલ અને હોટલમાં કુલ 220 જેટલા કેસો એક્ટિવ છે. જેની સારવાર કરવામાં આવી રહી છે. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જે બેડ રાખવા આવી હતી તે તમામ ફૂલ થઇ જવા પામી છે. જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે જો આ મુજબ જ કેસો વધતા રહેશે તો તંત્ર એ આગામી દિવસોમાં મહુવા તેમજ અમરગઢમાં આવેલી હોસ્પિટલોમાં સારવાર માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવી પડશે અને તેના માટે સરકારમાં પણ જાણ કરવામાં આવી છે.

અન્ય શહેરમાંથી લોકો ભાવનગર તરફ આવતા હોવાથી કેસ વધ્યા

ભાવનગરમાં શરૂઆતમાં માત્ર એક ચોક્કસ વિસ્તારમાં જ કેસો જોવા મળતા હતા. પરંતુ હવે સુરત અને અમદાવાદ તેમજ અન્ય શહેરમાંથી લોકો ભાવનગર તરફ આવતા હોવાથી અહીં કેસો વધી રહ્યાં છે. ત્યારે લોકોની માંગ છે કે બહારથી આવતા લોકો ઉપર સરકાર નિયંત્રણ લગાવે નહિતર આવતા દિવસોમાં ભાવનગરની સ્થિતિ કોરોનાના મામલે કથળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ