બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 24th election of Umargam Industrial Association, one panel alleges bogus voter list

ગજબ / ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની 24મીએ ચૂંટણી, એક પેનલ પર બોગસ મતદાર યાદીનો આક્ષેપ

Mehul

Last Updated: 06:44 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન ની યોજાઇ રહેલી આ ચૂંટણીમાં industrialist નામની પેનલએ UIA ની ચૂંટણી માટે બની રહેલી મતદાર યાદીમાં બોગસ મતદારો બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો

  • ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસો.ની ચૂંટણી 
  • ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો ખેલ
  • ઔદ્યોગિક વર્તુળમાં ખળભળાટ, ચર્ચા 

વલસાડ જિલ્લાની ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની આગામી 24 મી માર્ચે  ચૂંટણી યોજાઈ રહી છે . ત્યારે ઉમરગામ જીઆઈડીસી માં આવેલા 1200થી વધુ ઉદ્યોગોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરતી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન ની યોજાઇ રહેલી આ ચૂંટણીમાં industrialist નામની પેનલએ UIA ની ચૂંટણી માટે બની રહેલી મતદારયાદીમાં બોગસ મતદારો બનાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપોને લઈ ઉમરગામના ઔદ્યોગિક વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે આ ચૂંટણીમાં ભાજપના જ કેટલાક અગ્રણીઓ બંને પેનલમાં ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે .

આ ચૂંટણીમાં  ભાજપ વર્સીસ ભાજપનો માહોલ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષિત અને હોશિયાર ઉદ્યોગપતિ મતદારો ધરાવતી આ ચૂંટણીની મતદાર યાદીમાં બોગસ મતદારો બનાવવામાં  આવી રહ્યા હોવાના એક પેનલે કરેલા ગંભીર આક્ષેપો બાદ  બંને પેનલના અગ્રણીઓ યુ.આઈ.એ ની   ઓફિસે જમાવડો જોવા મળ્યો હતો. સાથે જ આ ચૂંટણીમાં મતદાર તરીકે નામ નોંધાવવા તથા ફી ભરવાનો અંતિમ દિવસ હતો . અને મતદાર યાદી તૈયાર થવાના અંતિમ દિવસે જ  પેનલે બોગસ મતદાર યાદી બનાવવામાં આવી રહી હોવાના કરેલા ગંભીર આક્ષેપો ને લઇ મુદ્દો ઉમરગામના ઉદ્યોગોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

બોગસ મતદાર યાદી અંગે આક્ષેપો કરતી પેનલના અગ્રણીઓએ યુઆઈએ ની ચૂંટણી યોજી  રહેલી ચૂંટણી કમિટીને મતદારયાદીમાંથી બોગસ મતદારો રદ કરવા લેખિત રજૂઆત કરી છે. તો એક પેનલ દ્વારા થયેલી ગંભીર રજૂઆત અને આક્ષેપોને ગંભીરતાથી લઇ યુઆઇએની ચૂંટણી કમિટીએ આ બાબતે આક્ષેપો ફગાવ્યા હતા.. અને જો આવા કોઈ બાબત ધ્યાનમાં આવશે તો તે અંગે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ