બ્રેકિંગ ન્યુઝ
ઓલેસ્યા સેમેનોવાનો આઇફોન 8 તેના બાથરૂમમાં ચાર્જ થઇ રહ્યો હતો અને અચાનક ફોન તેના બાથટબમાં પડી ગયો. ઓલેસ્યા તે સમયે નહાતી હતી અને તેણીને ગંભીર ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો હતો જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
ઓલેસ્યાની લાશ સૌ પ્રથમ તેની ફ્લેટમેટે જોઈ
ADVERTISEMENT
ઓલેસ્યાની લાશ સૌ પ્રથમ તેની ફ્લેટમેટ ડારિયાએ જોઈ હતી. ડારિયાએ ઇમરજન્સી ઓપરેટરને કહ્યું કે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને હું ચીસો પાડી ઉઠી. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો અને તે શ્વાસ પણ લેતી ન હતી.
ADVERTISEMENT
ચાર્જિંગમાં રહેલ ફોન બાથટબમાં પડવાને કારણે પોતાનો જીવ ગુમાવી બેઠી
પેરામેડિક્સ અનુસાર, ઓલેસ્યા કપડાની દુકાનમાં કામ કરતી હતી અને ચાર્જિંગમાં રહેલ ફોન બાથટબમાં પડવાને કારણે તે પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. આ દુર્ઘટના પછી રશિયાના ઇમરજન્સી મિનિસ્ટ્રીએ ચેતવણી જારી કરી છે.
ADVERTISEMENT
શું જણાવવામાં આવ્યું છે ચેતવણીમાં?
આ ચેતવણીમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દુઃખદ દુર્ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પાણી અને ઇલેક્ટ્રિક ચીજો નળથી કનેક્ટ થઇ જાય તો જોખમી પરિણામો મળે છે. આ જ ઘટના મોબાઈલ ઉપકરણો સાથે થાય છે. જો તમારો સ્માર્ટફોન ભીનો થઇ જશે તો તે મોટે ભાગે ખરાબ થઈ જશે, પરંતુ જો આ સ્માર્ટફોન નેટવર્કથી કનેક્ટ થયેલ છે અને પછી પાણીમાં પડે છે, તો તમે જોઈ શકો છો કે તે કેટલું જોખમી સાબિત થાય છે. તેથી આવી ઘટનાઓને ટાળો અને તમારી જાતને સુરક્ષિત રાખો.
ADVERTISEMENT
ઓગસ્ટમાં 15 વર્ષીય શાળાની છોકરીનું પણ આવી જ રીતે મૃત્યુ થયું હતું
આ પહેલા ઓગસ્ટમાં 15 વર્ષીય શાળાની છોકરીનું પણ આવી જ રીતે મૃત્યુ થયું હતું. મોસ્કોમાં રહેતી એનાને નહાતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો, જેના પછી તેણીનું મોત નીપજ્યું હતું. ગયા વર્ષે પ્રખ્યાત પોકર સ્ટાર લીલીયા નોવીકોવાનું તેના બાથરૂમમાં ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.