બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / 2028 Olympics: Cricket will be played in Olympics after 128 years, King Kohli contributed in this decision

સ્પોર્ટસ્ / સચિન કે ધોની નહીં, કોહલીના કારણે 128 વર્ષે ઓલમ્પિકમાં ક્રિકેટની થઇ રિએન્ટ્રી, જુઓ કઇ રીતે

Vaidehi

Last Updated: 06:58 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આશરે 128 સાલ બાદ ઓલંપિક્સ 2028ની ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવશે.વોટિંગ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ઓલંપિક્સ 2028માં 5 ગેમ્સ શામેલ કરવાનો પ્રસ્તાવ
  • 128 વર્ષો બાદ ઓલંપિક્સની ગેમ્સમાં ક્રિકેટ શામેલ
  • કમિટીનાં નિર્ણય પાછળ કિંગ કોહલીનું મહત્વનું યોગદાન

1900ની સાલમાં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી હવે 2028માં ઓલિમ્પિકમાં ફરી ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે જેનો શ્રેય કિંગ કોહલીને જાય છે. લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિક માટે 5 નવી ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના માટે સોમવારે મતદાન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં જ્યારે આ વિષયે વોટિંગ કરવામાં આવી તે સમયે બેટર વિરાટ પર ગહન ચર્ચા થઈ હતી. તેમના ડેડિકેશન અને પર્ફોર્મન્સની ચર્ચા બાદ ક્રિકેટને ઓલંપિક 2028માં શામેલ કરવામાં આવી. આવી રીતે કિંગ કોહલીએ આ ઐતિહાસિક નિર્ણયમાં યોગદાન આપ્યું હતું.

કોહલીની જબરદસ્ત ફેન ફોલોઈંગ
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોર્સ ધરાવતાં દુનિયાનાં ત્રીજા એથલીટ છે. ઓલંપિક ગેમ્સમાં ક્રિકેટ ટી20 ફોર્મેટમાં રમવામાં આવશે. આ સિવાય ઈંટરનેશનલ ઓલંપિક કમિટીએ પોતાનાં 141માં સત્રમાં જે અન્ય ગેમ્સને શામેલ કરવાની મંજૂરી આપી તેમાં સ્ક્વૉશ,બેઝબૉલ, લેક્રોઝ અને ફ્લેગ ફુટબૉલ શામેલ છે.

કોહલીની ફેન ફોલોઈંગ
ઈટલીનાં ઓલંપિક ચેમ્પિયન શૂટર અને LA28 સ્પોર્ટસ ડાયરેક્ટર નિકોલો કેમ્પ્રિયાનીએ કહ્યું કે, 'મને લાગે છે કે અહીં મારો મિત્ર વિરાટ કોહલી છે. જેના સોશિયલ મીડિયા પર 340 મિલિયન ફોલોઅર્સ છે. તે સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતાં એથલીટ્સમાં ત્રીજા સ્થાન પર છે. લેબ્રો જેમ્સ, ટોમ બ્રેડી અને ટાઈગર વુડ્સના કુલ ફોલોઅર્સ કરતાં પણ વધારે ફોલોઅર્સ કોહલીનાં છે. આ LA28 માટે વિન વિન સિચુએશન છે.'

128 વર્ષો બાદ ઓલંપિકમાં ક્રિકેટની વાપસી
લૉસ એન્જલસ-28 આયોજન સમિતિ દ્વારા 5 ગેમ્સને શામેલ કરવાનાં પ્રસ્તાવમાં IOCનાં 99 સદસ્યોમાંથી વોટ કરનારાં માત્ર 2 સદસ્યોએ ક્રિકેટને શામેલ ન કરવા અંગેની વાત કરી હતી. કાર્યકારી બોર્ડની ભલામણ પર હાથ ઊંચો કરીને મતદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાદ IOC અધ્યક્ષ થૉમસ બાખે અન્ય ગેમ્સની સાથે ક્રિકેટને પણ ઓલંપિકમાં શામેલ કરવાની ઘોષણા કરી હતી. આ પહેલાં ઓલંપિકમાં માત્ર એકવાર ક્રિકેટ રમવામાં આવી હતી. 1900ની સાલમાં પેરિસ ઓલંપિકમાં ઈંગ્લેન્ડે ફ્રાંસને માત આપીને ગોલ્ડ મેડલ જીત્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ