બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / 2 students missing in Mehsana and Ahmedabad traced

હાશકારો / મહેસાણા અને અમદાવાદમાં ગુમ થયેલા 2 વિદ્યાર્થીનો લાગ્યો પત્તો, દીકરાને જોઈ પરિવારના શ્વાસ નીચે બેઠા, પૂછપરછ શરૂ

Kishor

Last Updated: 07:06 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં એક્ઝોટીકા સ્કૂલમાંથી પરીક્ષા આપી ઘરે જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ થયો હતો જ્યારે બીજી ઘટનામાં અમદાવાદના ઠક્કરબાપાનગરમાં આવેલી રઘુવીર સ્કૂલમાંથી 20 જાન્યુઆરીએ 9 માં ધોરણનો વિદ્યાર્થી લાપતા બન્યો હતો જે બને મળી આવ્યા છે.

  • રાજ્યમાં બે અલગ અલગ જિલ્લામાં બાળકો ગુમ થયાની ઘટના
  • મહેસાણામાંથી ગુમ થયેલ વિદ્યાર્થી મળી આવ્યો
  • અમદાવદની રઘુવીર સ્કૂલમાંથી ગુમ થયેલ બાળક મળ્યો

રાજ્યમાં બે અલગ અલગ જિલ્લામાં બાળકો ગુમ થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક ઘટનામાં મહેસાણામાં એક્ઝોટીકા સ્કૂલમાંથી પરીક્ષા આપી ઘરે જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ થયો હતો. જે વિસનગર તાલુકાના ગુંજાળા બસ સ્ટેન્ડ પરથી મળી આવ્યો હતો. જ્યારે બીજી ઘટનામાં અમદાવાદના ઠક્કરબાપાનગરમાં આવેલી રઘુવીર સ્કૂલમાંથી 20 જાન્યુઆરીએ સવારે ધોરણ 9મા અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હતો, જે  કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. આમ મહેસાણા અને અમદાવાદમાં ગુમ થયેલા ૨ વિદ્યાર્થીનો પત્તો લાગી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો બંને વિદ્યાર્થીની પૂછપરછ ચાલી રહી છે.


મહેસાણાની એક્ઝોટીકા સ્કૂલમાંથી વિદ્યાર્થી થયો હતો ગુમ

મહેસાણાની એક્ઝોટીકા સ્કૂલમાંથી ધોરણ ૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હતો. મહત્વનું છે કે ગઈકાલે શાળાએથી પરીક્ષા આપી ઘરે જવા નીકળ્યો હતો. તેઓ મિત્ર સાથે સાયકલ લઈને સોસાયટી સુધી પહોંચ્યો પણ હતો. અને ત્યારબાદ તે બહાર નીકળી ગયો હતો. વિદ્યાર્થી ગુમ થતાં પરિવારજનોએ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે આજે વિસનગર તાલુકાના ગુંજાળા બસ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થી મળી આવતા પરીવારજનો ખુશ થઈ ગયા હતા. હાલ તો વિદ્યાર્થીની પૂછપરછ ચાલી રહી છે.


રઘુવીર સ્કૂલમાંથી 20 જાન્યુઆરીએ સવારે ધોરણ 9મા ભણતો વિદ્યાર્થી ગુમ થયો હતો

બીજી ઘટનાની વાત કરીએ તો અમદાવાદના ઠક્કરબાપાનગરમાં આવેલી રઘુવીર સ્કૂલમાંથી 20 જાન્યુઆરીએ સવારે ધોરણ 9મા ભણતો વિદ્યાર્થી ગુમ થયો હતો. આ અંગે તેમના માતા-પિતાને જાણ થતાં તેઓ સ્કૂલે પહોંચ્યા હતા અને બાળક ગુમ થવા પાછળ શાળાની બેદરકારીને જવાબદાર ગણાવી હતી તેમજ શાળામાં હોબાળો પણ કર્યો હતો. જે બાદ સ્કૂલના સંચાલકે પોલીસમાં જવાબ નોંધાવ્યો હતો. આ સાથે બીજા દિવસે વિદ્યાર્થી ન મળતાં પરિવારે સ્કૂલે પહોંચી ફરીથી હોબાળો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્કૂલ મેનેજમેન્ટ પણ દોડતું થયું હતું. સ્કૂલ દ્વારા પરિવારને યોગ્ય જવાબ ન મળવાનો આરોપ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકની સતત શોધખોળ ચાલી રહી હતી. ગુમ થયાના 40 કલાક બાદ બાળક કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. હાલ તો તેના પરિવારને સોંપી તે કયાં કારણોસર ભાગ્યો હતો અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ