બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / 17 policemen deployed in security suspended in Atiq-Ashraf murder case

યુપી / અતીક-અશરફની હત્યા મામલે મોટી કાર્યવાહી, સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

Dinesh

Last Updated: 01:00 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહેમદની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, સુરક્ષામાં ચુક બદલ પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરાઈ છે

  • અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા મામલે કાર્યવાહી
  • સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે
  • ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ કાર્યવાહી


યુપીમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના શનિવારે મોડી રાતે પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં તપાસ માટે લઈ જતી વખતે મીડિયાકર્મી બનીને વચ્ચે આવેલા 3 હુમલાખોરોએ ઓટોમેટિક પિસ્તોલ વડે બન્ને ભાઈઓ પર સીધું ફાયરિંગ કર્યું હતું અને જેમાં તેમનું મોત થયું છે. ત્યાર બાદ સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે પહોંચ્યા હતું. જે બાદ મોટી કાર્યવાહી કરાઈ છે અને સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.

પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
અતીક અહેમદની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાપ્ત વિગતો મુજબ સુરક્ષામાં ચુક બદલ પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરાઈ છે. હજુ પણ અન્ય કાર્યયવાહીનો દોર પણ યથાવત જણાઈ રહ્યો છે.

હત્યા કઈ રીતે કરાઈ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસને જણાવ્યું કે મીડિયા ચેનલની જેમ એક નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, નવીન તિવારી, અરૂણ મૌર્ય, સુનું નામના લોકો મીડિયા કવરેજ દરમિયાન મીડિયા કર્મીઓ તરીકે દેખાઈને સાથે ફરતા હતા. આજે મેડીકલ દરમિયાન તેમને મારવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે જ ફાયરીંગ થયું હતું કારણ કે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરવા માટે થોડીવાર રોકાયા હતા.

અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલો
બીજી તરફ અતીક અને અશરફની હત્યા બાદ યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યું- યુપીમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે, તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે.

ઓવૈસીની પ્રતિક્રિયા
અસદુદ્દીન ઓવૈસીએ આ ક્રૂર હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે સમાજમાં હત્યારાઓ હીરો હોય, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનો શું ઉપયોગ? અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેને હાથકડી પહેરાવવામાં આવી હતી.જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ જવાબદાર છે.


બીજી તરફ ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું કે કોર્ટ, કાયદો બંધારણની હત્યા છે. ઉત્તર પ્રદેશમાં તમામ અદાલતો બંધ કરી દેવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ