બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / 11 year old boy in hamirpur uttar pradesh died while enacting suicide prank watched reel

ઉત્તરપ્રદેશ / માતા-પિતા માટે ચેતવણીરૂપ કેસ: ફોનમાં Reels જોઈને સુસાઇડ પ્રેન્ક કરવા ગયો પાંચમા ધોરણનો છોકરો, થઈ ગયું મૃત્યુ

Manisha Jogi

Last Updated: 09:32 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક કેસ સામે આવ્યો છે. 11 વર્ષનો બાળક સોશિયલ મીડિયા પર રીલ્સ અને યૂટ્યૂબ શોર્ટસ જોતો હતો. બાળકે યૂટ્યૂબ પર સ્યુસાઈડ પ્રેન્ક જોયો અને તેની નકલ કરવાની કોશિશ કરી.

  • 11 વર્ષનો બાળક રીલ્સ અને યૂટ્યૂબ શોર્ટસ જોતો હતો
  • બાળકે યૂટ્યૂબ પર સ્યુસાઈડ પ્રેન્ક જોયો
  • પ્રેન્કની નકલ કરવા જતા થયુ મોત

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક કેસ સામે આવ્યો છે. 11 વર્ષનો બાળક સોશિયલ મીડિયા પર રીલ્સ અને યૂટ્યૂબ શોર્ટસ જોતો હતો. બાળકે યૂટ્યૂબ પર સ્યુસાઈડ પ્રેન્ક જોયો અને તેની નકલ કરવાની કોશિશ કરી. આ પ્રેન્ક 11 વર્ષના બાળક પર ઉલ્ટો પડી ગયો અને બાળકનું મૃત્યુ થઈ ગયું. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું નામ નિખિલ સાહૂ છે, જે સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હતો. આ બાળકે 21 ડિસેમ્બરે પ્રેન્ક જોઈને રૂમની છત પર લાગેલ હુક સાથે ટુવાલ બાંધ્યો અને તે ફંદો ગળામાં પહેરી લીધો. બાળક કંઈપણ સમજે તે પહેલા ટુવાલ બાળકના ગળામાં ફસાઈ ગયો અને તેનું મોત થઈ ગયું. 

નિખિલના પિતા અવધેશ સાહૂએ જણાવ્યું કે, તેના દીકરાએ સોશિયલ મીડિયા પર જોઈને આ બધુ કર્યું છે. ત્યાર પછી પોલીસે પરિવારના ફોનની તપાસ કરી. વોચ હિસ્ટ્રીમાં સ્યુસાઈડ પ્રેન્કનો વિડીયો મળ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર નિખિલ 21 ડિસેમ્બરે સ્કૂલેથી ઘરે આવીને રીલ્સ જોતો હતો. નિખિલના પિતાએ જણાવ્યું કે, ‘નિખિલે રીલ્સ જોયા પછી સ્યુસાઈડ પ્રેન્ક કરવાની કોશિશ કરી. ફંદો તેના ગળામાં ફસાઈ ગયો અમે તેને હોસ્પિટલ લઈને ગયા. ડોકટરે નિખિલને મૃત જાહેર કરી દીધો. નિખિલ તેના બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી મોટો હતો.’

હમીરપુરના SP દીક્ષા શર્માએ જાણકારી આપી છે કે, ‘આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. નિખિલ જે શાળામાં ભણતો હતો, તે શાળાને મેનેજરે કહ્યું કે, નિખિલ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. ઘરના એક ફોનના વોચ લિસ્ટમાં સ્યુસાઈડ પ્રેન્કનો વિડીયો મળ્યો છે. અમે તમામ માતા પિતાને અપીલ કરીએ છીએ કે, તમારા બાળકો પર ધ્યાન આપો. જેથી બાળકો આ પ્રકારની વસ્તુ ના જોઈ શકે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ