બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / સ્કિન કેર માટે નથી મળી રહ્યો સમય? તો અપનાવો 10 મિનિટની આ ટ્રિક - ચહેરા પર આવશે ગ્લો

photo-story

6 ફોટો ગેલેરી

બ્યુટી ટિપ્સ / સ્કિન કેર માટે નથી મળી રહ્યો સમય? તો અપનાવો 10 મિનિટની આ ટ્રિક - ચહેરા પર આવશે ગ્લો

Last Updated: 08:18 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Quick Skincare Routine:પુરુષ હોય કે સ્ત્રી, દરેક વ્યક્તિ સ્વસ્થ, ચમકદાર અને સુંદર ત્વચાની ઈચ્છા રાખે છે. જોકે, આજની ભાગદોડભરી જીવનશૈલીમાં સમયના અભાવે મોટાભાગના લોકો ત્વચાની યોગ્ય સંભાળની દિનચર્યા અનુસરી શકતા નથી, જેના કારણે ચહેરો નિસ્તેજ, બેજાન અને સમય કરતાં વહેલો વૃદ્ધ દેખાવા લાગે છે.જો આ વાત તમને પરિચિત લાગતી હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે ત્વચાની સંભાળની એક એવી ઝડપી અને સરળ પદ્ધતિ જણાવીશું, જેના દ્વારા તમે દિવસની માત્ર 10 મિનિટ ફાળવીને સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવી શકશો.

1/6

photoStories-logo

1. સૌથી પહેલા સ્કિનને સારી રીતે સાફ કરો

તમારી સ્કિનકેર રૂટિનની શરૂઆત હંમેશા ક્લીન્ઝિંગથી કરો. દિવસભર ચહેરા પર ધૂળ, પરસેવો અને ગંદકી જમા થાય છે, જેનાથી ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે. તેથી, સવારે અને રાત્રે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ ફેસ વોશ અથવા હળવા ક્લીન્ઝરનો ઉપયોગ કરીને ચહેરો સાફ કરો. આનાથી ત્વચા ઊંડાણપૂર્વક સાફ થાય છે અને તાજગીનો અનુભવ થાય છે, સાથે જ ત્યારબાદ લગાવવામાં આવતા સ્કિનકેર ઉત્પાદનો વધુ અસરકારક રીતે કામ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટોનર લગાવવાનું ના ભૂલશો

ચહેરો સાફ કર્યા પછી ટોનરનો ઉપયોગ કરવાનું ખાસ ધ્યાન રાખો. ટોનર ત્વચાને તાજી રાખવામાં તેનું pH સંતુલન જાળવવામાં અને તેને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો આલ્કોહોલ-ફ્રી અને વોટર-બેસ્ડ ટોનર પસંદ કરો. વૈકલ્પિક રીતે, તમે ગુલાબજળને સ્પ્રે બોટલમાં ભરીને કુદરતી ટોનર તરીકે પણ વાપરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સીરમ આપે છે સ્કિનને પોષણ

ટોનરનો ઉપયોગ કર્યા પછી ચહેરા પર સીરમ લગાવવું ખૂબ જ જરુરી છે. સીરમમાં રહેલા સક્રિય તત્વો ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપવામાં મદદ કરે છે. તે ચહેરાની કુદરતી ચમક જાળવી રાખીને ઝીણી રેખાઓ અને વૃદ્ધત્વના શરૂઆતના સંકેતોને ઘટાડવામાં મદદરૂપ થાય છે. શ્રેષ્ઠ પરિણામો માટે, હંમેશા તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ સીરમની પસંદગી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મોઇશ્ચુરાઇઝર છે ખૂબ જ જરુરી

તમારી ત્વચા તેલયુક્ત, સૂકી કે મિશ્ર પ્રકારની હોય, તમામ પ્રકારની ત્વચા માટે મોઈશ્ચરાઈઝર આવશ્યક છે. તે ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ત્વચાને નરમ રાખે છે. તેથી, સીરમનો ઉપયોગ કર્યા પછી તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ મોઈશ્ચરાઈઝર જરુરથી લગાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દિવસમાં સનસ્ક્રીન લગાવવાનું ના ભૂલશો

હવામાન ગમે તેવું હોય, દિવસ દરમિયાન સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં. ખાસ કરીને જ્યારે તમે બહાર નીકળો ત્યારે ઓછામાં ઓછા SPF 30 ધરાવતા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ધ્યાન રાખો. તે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક UV કિરણોથી બચાવવામાં મદદ કરે છે અને ટેનિંગ તથા સનબર્નનું જોખમ ઘટાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ વાતોનું રાખો ધ્યાન

હેલ્દી અને ગ્લોઇંગ સ્કિન માટે સ્કિન કેર જેટલી જ મહત્વની બાબતો હેલ્દી લાઇફસ્ટાઇલ અને યોગ્ય આહાર જરુરી છે. આ માટે દિવસભર પૂરતું પાણી પીવો, સંતુલિત આહાર લો, 7–8 કલાકની સારી ઊંઘ લો અને તણાવથી દૂર રહો. આ નાની-નાની આદતો લાંબા ગાળે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરી શકે છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

10 minutes Face care quick skincare routine healthy beautiful face secret
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ