બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / 10 lakh robbery in Surat District Bank, police investigation based on CCTV

BIG NEWS / સુરતમાં 'મિર્ઝાપુર' જેવી સ્થિતિ! 3 લૂંટારૂઓએ બંદૂકની અણીએ લૂંટી બેંક, જુઓ VIDEO

Vishnu

Last Updated: 06:06 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક લૂટારુંના ટાર્ગેટ પર ? આ અગાઉ આ બેન્કના ATM પર તસ્કરો ત્રાટક્યા હતા.પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • સુરતના બારડોલીમાં બેંકમાં લૂંટ 
  • મોતા ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક બંદૂકની અણીએ લૂંટાઈ
  • સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATM પર અગાઉ થઇ ચુકી છે ચોરી

સુરતના બારડોલીમાં દિવસે  બેંકમાં લૂંટ કરવામાં આવી હતી. મોતા ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં લૂંટારૂઓ મોટર સાયકલ પર આવ્યા હતાં. જેમાં 3 જેટલા યુવાનોએ લૂંટ કરી હતી. તેમાંથી  2 લૂંટારૂઓ પાસે બંદૂક હતી. તેઓ સફેદ કલરની મોટર સાયકલ પર આવ્યા હતાં. અને લૂંટ કરી રફુચક્કર ઠાઈ ગયા હતા.

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક લૂટારુંના ટાર્ગેટ પર.. 
સુરતના બારડોલીમાં ધોળા દિવસે બંદૂકની અણી પર લૂંટનો બનાવ બનતા ચકચાર પામી છે. મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી લૂંટ 15 મિનિટમાં રૂ.10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATM પર અગાઉ પણ લૂંટનો બનાવ બન્યો હતો. ત્યાર બાદ હવે બેન્કમાં ફિલ્મી ઢબે લૂંટ થતાં ખળભળાટ મચ્યો છે.બેન્ક સ્ટાફના કહ્યા મુજબ અચાનક જ સફેદ કલરની મોટર સાયકલ પર લૂટારુંઑ આવી બેન્કમાં પ્રવેશ્યા હતા. 3 લૂટારુંઑમાંથી 2 પાસે બંદૂક હતી. જે કર્મચારીઑ સામે તાણી ધમકી આપી રહ્યા હતા.લૂંટ બાદ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો આરોપીને ઝડપવા કામે લાગ્યો છે.બેન્ક તેમજ અન્ય સીસીટીવી ફૂટેજની તપાસ કરાઇ રહી છે. ત્યારે વારંવાર સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં થતાં લૂંટના બનાવે બેન્ક અને પોલીસ કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે.

ફિલ્મી ઢબે લૂંટને અંજામ

  • મોતા ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં લૂંટ
  • લૂંટારૂઓ સફેદ કલરની મોટર સાયકલ પર આવ્યા હતા 
  • 2 લૂંટારૂઓ પાસે હતી બંદૂક
  • 15 મિનિટમાં જ બેંક લૂંટી આરોપીઓ થયા ફરાર
  • રૂ.10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ થયા ફરાર
  • 3 જેટલા યુવાનો થયા CCTVમાં કેદ

સિક્યુરિટી ગાર્ડનો અભાવને કારણે લૂંટ બની આસાન?
આ સમગ્ર ઘટનામાં  બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું સામે આવ્યું છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATM પર અગાઉ પણ ચોરી થઇ ચુકી છે. આ રીતે જોઇએ તો મોટા ભાગના ATM પર સિક્યુરિટી ગાર્ડનો અભાવ છે. બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. 15 મિનિટમાં જ બેંક લૂંટી આરોપીઓ ફરાર થઇ હયા હતાં. રૂપિયા 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતાં. આ સમગ્ર મામલે પોલીસના કાફલાએ વધુ તપાસ હાથ ધરી છે.સિક્યુરિટી ગાર્ડના અભાવને કારણે લૂંટારુઑ આસાનીથી લૂંટ કરી ફરાર થઈ ગયા તેવી ચર્ચાઑ લોકમુખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ