બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Zelensky can go to America for the first time amid Russia-Ukraine war

વિદેશયાત્રા / રશિયા-યુક્રેન જંગ વચ્ચે પ્રથમ વાર ઝેલેન્સ્કી જઇ શકે અમેરિકા, આ વિશેષ મુદ્દાઓ પર બાયડન સાથે ચર્ચાની શક્યતા

Priyakant

Last Updated: 10:47 AM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળી શકે

  • યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોટા સમાચાર
  • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત કરી શકે 
  • વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ મળી શકે છે 

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત નથી. આ તરફ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળી શકે છે. જોકે બંને દેશો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

ફેબ્રુઆરીમાં રશિયન આક્રમણ બાદ ઝેલેન્સકીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુલાકાત દરમિયાન સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા થઈ શકે છે. ઝેલેન્સ્કી પણ કોંગ્રેસને સંબોધશે તેવી અપેક્ષા છે. જોકે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,ઝાલેન્સકીના આગમનની યોજના અંતિમ નથી અને તે બદલાઈ શકે છે.

અહેવાલ અનુસાર વ્હાઇટ હાઉસે સંભવિત મુલાકાત અને નવી સુરક્ષા સહાયની જાહેરાતો પર બિડેનની જાહેરાત અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તો મુસાફરીને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. હાઉસ સ્પીકર નેન્સી પેલોસી એ અહેવાલોની પુષ્ટિ નથી કરી કે, ઝેલેન્સકી બુધવારે કેપિટોલની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે આવું થશે કે નહીં.

રશિયા લગભગ એક અઠવાડિયાથી યુક્રેન પર એક પછી એક ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. સોમવારે સવારે થયેલા હુમલાથી યુક્રેનના શહેરોમાં અંધાધૂંધી અને ચીસો મચી ગઈ છે. શેરીઓમાં વાગતા સાયરન્સે લોકોને રશિયન હવાઈ હુમલાઓ વિશે ચેતવણી આપી હતી અને ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું હતું. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ સમયે ગુસ્સે છે અને યુક્રેનને ઘૂંટણિયે લાવવા માંગે છે. તેમણે રશિયાના આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ