બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / you may get diseases or Skin Infection from a swimming pool

સાવધાન / શું સ્વીમિંગ પુલમાં વધારે ન્હાવું છે ખતરનાક! બની શકો છો આ બીમારીના ભોગ

Arohi

Last Updated: 03:47 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Skin Infection in Swimming pool: ડૉક્ટર જણાવે છે કે સ્વીમિંગ પૂલમાં પાણીને સાફ રાખવા માટે ક્લોરીનને મિક્સ કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ થાય છે કે ક્લોરીન વધારે નાખી દેવામાં આવે છે. તેમાં સ્કિનને સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે.

  • સ્વીમિંગ પુલનું પાણી છે ખતરનાક 
  • પાણીને સાફ રાખવા થાય છે ક્લોરીનનો ઉપયોગ 
  • તેના કારણે થઈ શકે છે સ્કિન સંબંધી મુશ્કેલીઓ 

ઉનાળાની સિઝન છે. આ સમયે લોકો ગરમીથી રાહત માટે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલમાં નહાવા જાય છે. સ્વિમિંગ એક સારી એક્સરસાઈઝ પણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વિમિંગ પૂલના પણીમાં નહાવવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. તેનાથી સ્કિનમાં ઈન્ફેક્શન અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. એવામાં પૂલ જતા પહેલા તમારે ઘણી સાવધાની રાખવી જોઈએ. 

પાણીને સાફ રાખવા થાય છે ક્લોરીનનો ઉપયોગ 
ડોક્ટર જણાવે છે કે સ્વિમિંગ પુલમાં પાણીને સાફ રાખવા માટે ક્લોરીન મિક્સ કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ થાય છે કે ક્લોરીન વધારે નાખી દેવામાં આવે છે. તેનાથી સ્કિન સાથે સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. સ્કિન પર રેશીઝ અને એલર્જી હોવાનો ખતરો રહે છે. અમુક લોકોને સ્કિનમાં ટેનિંગનો પણ ખતરો રહે છે. 

જો પાણી નાક દ્વારા શરીરમાં જતુ રહે તો બેક્ટેરિયાથી સંબંધિત બીમારી પણ થઈ શકે છે. બાળકમાં તેનો ખતરો વધારે રહે છે. જો પાણી નાક દ્વારા શરીરમાં જતુ રહે તો બેક્ટેરિયા સંબંધી બિમારી પણ થઈ શકે છે. બાળકમાં તેનો ખતરો વધારે રહે છે. જે બાળકો રોજ સ્વિમિંગ કરે છે તેમના માટે ખાસ સાવધાની રાખવી જોઈએ. 

કાનમાં પેદા થઈ શકે છે બેક્ટેરિયા 
નિષ્ણાંત અનુસાર સ્વિમિંગ પુલમાં નહાતી વખતે કાનમાં પાણી જતુ રહે છે. જો તે લાંબા સમય સુધી કાનમાં રહે છે તો તેનાથી કાનમાં બેક્ટેરિયા પેદા થઈ શકે છે. જેનાથી કામનમાં ખંજવાડ, દુખાવો અને સોજો થઈ શકે છે. અહીં સુધી કે અમુક એવા બેક્ટેરિયા પણ હોય છે જે નિમોનિયા કરી શકે છે. 50 વર્ષની ઉંમર વાળા લોકોમાં આ મુશ્કેલી વધારે જોવા મળે છે. અમુક લોકોને યુરીઆઈ ઈન્ફેક્શન થવાનું રિસ્ક પણ રહે છે. 

કેટલું હોવું જોઈએ ક્લોરીન 
નિષ્ણાંત અનુસાર સ્વિમિંગ પુલમાં પાણીમાં પીએચ વેલ્યુ 8થી વધારે ન હોવું જોઈએ. જો આ તેનાથી વધારે છે તો તમારી સ્કિનને નુકસાન થઈ શકે છે. અમુક કારણે પીએચ વેલ્યુનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ અમુક જગ્યાએ એવું નથી. 

માટે સ્વિમિંગ પુલમાં જતા પહેલા ધ્યાન રાખો કે ત્યાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ કેટલું છે અને પીએચ લેવલ શું છે. જો આ નક્કી કરેલા માપથી વધારે છે તો તમારે આવા પાણીમાં નહાવવાથી બચવું જોઈએ. 

ફંગલ ઈન્ફેક્શનનો ખતરો 
સ્વિમિંગ પુલમાં નહાવવાથી ફંગલ ઈન્ફેક્શનનું રિસ્ક વધારે વધી જાય છે. ફંગલ ઈન્ફેક્શન અંડરઆર્મ અને જાંધની આસપાસના ભાગમાં થઈ શકે છે. આ ઈન્ફેક્શન બીજા લોકોમાં થવાનો પણ રિસ્ક રહે છે. પગની આંગળીઓમાં ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. તેની શરૂઆત ખંજવાડ અને રેશિઝતી થઈ શકે છે. 

આ રીતે કરો બચાવ 

  • સ્વિમિંગ પુલ જતા પહેલા સ્વિમિંગ વાળા ચશ્મા લગાવો.
  • નહાતી વખતે એક કલાકનો બ્રેક લો. 
  • પૂલના પાણીને ગળો નહીં 
  • જો કોઈ મુશ્કેલી થઈ રહી છે તો તરત ડોક્ટરની સલાહ લો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ