બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / | wrong for a husband to live with another woman know on what basis did delhi high court

ચુકાદો / 'પતિનું બીજી મહિલા સાથે રહેવું ખોટું નથી, પત્ની સાથે ક્રૂરતા ન માની શકાય', દિલ્હી હાઈકોર્ટેનો ચુકાદો, જુઓ કેસમાં શું શું ટાંક્યું

Kishor

Last Updated: 07:49 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની દ્વારા તેના પતિને અન્ય મહિલા સાથે રહેવા અંગે દાખલ કરવામાં આવેલી ફરિયાદને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આવો છે સમગ્ર મામલો!

  • દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
  • ...તો પતિ બીજી સ્ત્રી સાથે રહે તે ક્રૂરતા નથી
  • કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી

દિલ્હી હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે જો કોઈ દંપતી લાંબા સમય સુધી એકબીજાથી અલગ રહેતા હોય અને તેમની મુલાકાત ફરી થઈ શકે તેવા કોઈ સંજોગો ન વર્તાય ત્યારે પતિ જો બીજી સ્ત્રી સાથે શાંતિથી રહે તો તે ક્રૂરતા નથી. આવો ચુકાદો આપી દિલ્હી હાઇકોર્ટે મહિલાની ફરિયાદને ફગાવી દીધી છે. વાસ્તવમાં લગ્નજીવન દરમિયાન તણાવ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય પત્ની કે પતિ માટે કાયદા પ્રમાણે બીજા પાર્ટનર સાથે રહી શકતા નથી. પરંતુ દિલ્હી હાઇકોર્ટે આવા જ એક કેસમાં પતિની તરફેણમાં ચુકાદો આપ્યો છે.  માનવીય પાસાને ધ્યાનમાં રાખીને કોર્ટે ચુકાદો આપ્યો છે અને પત્ની સાથે ક્રૂરતા ન હોવાનું ગણાવ્યું છે.

Delhi High Court | VTV Gujarati

મહિલાના 2003 મા લગ્ન થયા હતા 

સમગ્ર કેસની વાત કરવામાં આવે તો એક મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને જેમાં તેમને પોતાના પતિ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. મહિલાએ દાવા સાથે કહ્યું હતું કે તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવે છે અને આ મહિલા સાથે જ રહે છે. અરજીમાં ઉલ્લેખ કરાયા અનુસાર મહિલાના 2003 મા લગ્ન થયા હોવા છતાં 2005 માં બને અલગ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન પતિએ એવો આરોપ લગાવ્યો હતો કે પત્ની તેમની સાથે ક્રૂર વર્તન કરે છે અને તેમના ભાઈ તથા સંબંધીઓને માર મારતી હોવાનો પણ દાવો કર્યો હતો.

હિન્દુ લગ્ન અધિનિયમમાં આવી છે  જોગવાઈ

બીજી બાજુ પત્નીએ એવું કહ્યું હતું કે પરિવારજનો એ તેમના ધામધૂમથી લગ્ન કર્યા હોવા છતાં પતિ તેમના પરિવાર પાસેથી ઘણી માંગણીઓ કરી રહ્યો હતો સાથે સાથે એવું પણ કહ્યું કે તેણીની સાસુએ અમુક દવાઓ આપી એવું આશ્વાસન આપ્યું હતું કે આ દવાથી પુત્ર પેદા થશે પરંતુ તેણીનો ગર્ભપાત કરવાનો ધ્યેય હોવાના પણ આરોપ લગાવ્યા હતા. જોકે આ દંપતિને બે પુત્રો હોવાનું સામે આવ્યું છે. જોકે આ દાવા બાદ મહિલા સાબિત ન કરી શકતા કોર્ટે મહિલાને ક્રૂર ગણાવી હતી. બાદમાં અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આઈપીસી ની કલમ 494 હેઠળ હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર કોઈપણ પુરુષ કે સ્ત્રી તેમના જીવનસાથી જ્યાં સુધી જીવિત હોય અને છૂટાછેડા ન થયા હોય ત્યાં સુધી બીજા લગ્ન કરવા એ ગુનો ગણવામાં આવે છે તેના માટે પરવાનગી લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ