બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Wrestlers Protest: Delhi Police informed SC that wrestlers are asking to remove brijbhushan from all the posts

Wrestlers Protest / પહેલવાનો હવે આર કે પાર કરીને જ રહેશે: કર્યું એવું એલાન કે મોદી સરકાર ટેન્શનમાં, નીરજ ચોપડા-સેહવાગ-સાનિયા પણ સમર્થનમાં

Vaidehi

Last Updated: 05:00 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest: વિરોધ પ્રદર્શન કરી રહેલાં પહેલવાનોએ કહ્યું કે જ્યાં સુધી WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહને તમામ પદોથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણાં પર બેઠાં રહેશું.

  • દિલ્હી જંતર-મંતરમાં વિરોધ પ્રદર્શન યથાવત્
  • પહેલવાનોએ FIR બાદ હવે કરી નવી માંગ
  • બૃજભૂષણને તમામ પદોથી હટાવવાની કરી માંગ

દિલ્હીનાં જંતર-મંતર ખાતે દેશનાં મેડલ ધારક પહેલવાનો WFIનાં અધ્યક્ષ અને BJPનાં  MP બૃજભૂષણ શરણસિંહનાં વિરોધમાં ધરણા પર છે. પહેલવાનોની માંગ હતી કે BJPનાં  MP બૃજભૂષણ શરણસિંહ સામે FIR નોંધવામાં આવે.  SG તુષાર મહેતાએ SCમાં જણાવ્યું કે પહેલવાનો માંગ કરી રહ્યાં છે કે જ્યાં સુધી બૃજભૂષણને તમામ પદોથી હટાવવામાં અને જેલમાં નાખવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણાં પર બેઠા રહેશું.  

ભારતીય કુશ્તી મહાસંઘ WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ પર કથિત ધોરણે એક સગીરા સહિત 7 મહિલા પહેલવાનોનાં યૌન શોષણની ફરિયાદ કરવામાં આવી છે. હવે આ પહેલવાનોનાં સપોર્ટમાં સમગ્ર ભારતીય ખેલજગત આવી ગયું છે. જાણો ક્યાં ખેલાડીઓ પહેલવાનોને ન્યાય આપવા અંગે આપી રહ્યાં છે સમર્થન.

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા
પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પહેલવાનોનાં સમર્થનમાં આગળ આવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે WFIનાં અધ્યક્ષ અને BJP સાંસદ બૃજભૂષણ શરણસિંહની સામે જરૂરી કાર્યવાહીનાં અભાવે દિલ્હીનાં જંતર-મંતર પર ભારતીય પહેલવાનોને આ રીતે ધરણા પર બેઠેલા જોવું મુશ્કેલ છે. આ કઠીન સમયમાં તેમની સાથે ઊભા રહેવાનો હવે સમય આવી ગયો છે.'

ઈરફાન પઠાન અને હરભજન આવ્યાં સમર્થનમાં
થોડાં સમય પહેલાં પહેલવાન વિનેષ ફોગાટે ભારતીય ક્રિકેટરની આ ધરણાં અંગે ચુપ્પીને લઈને સવાલો કર્યાં હતાં ત્યારે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાનનું પહેલવાનોનાં સમર્થનમાં ટ્વિટ આવ્યું છે. તેમણે લખ્યું કે ' માત્ર જ્યારે મેડલ લાવે છે ત્યારે જ નહીં, ભારતીય ખેલાડીઓ હંમશા આપણી શાન હોય છે.'

રિટાયર્ડ ક્રિકેટર હરભજન સિંહે પહેલવાનોનાં સપોર્ટમાં લખ્યું ટકે સાક્ષી મલિક અને વિનેષ ફોગાટ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે મને દુ:ખ થાય છે કે આપણાં દેશનું ગૌરવ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યાં છે. મારી પ્રાર્થના છે કે તેઓ જલ્દી ન્યાય મેળવે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ