બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / world rabies day 2023: history and theme of this international rabies day

વિશ્વ / જીવ લેતો ઘાતક વાયરસ.! દર વર્ષે કેમ ઉજવાય છે વિશ્વ હડકવા દિવસ, જાણો ઉદ્દેશ્ય, થીમ અને ઈતિહાસ

Vaidehi

Last Updated: 08:41 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Rabies Day 2023 : આજનાં દિવસે દુનિયાભરમાં વર્લ્ડ રેબીઝ ડે ઊજવવામાં આવે છે. આ દિવસનો લક્ષ્ય છે કે લોકોને રેબીઝ નામક ભયંકર બીમારી વિશે જાગરૂત અને માહિતગાર કરવું .

  • દરવર્ષે 28 સપ્ટેમ્બરનાં રોજ વર્લ્ડ રેબીઝ ડે ઊજવાય છે
  • રેબીઝ બીમારીની જાગરૂતા ફેલાવવાનો ઉદેશ્ય
  • આ વર્ષે 17મો વર્લ્ડ રેબીઝ ડે ઊજવાઈ રહ્યો છે

આજે વિશ્વ રેબીઝ ડે છે.  રેબીઝ (હડકવાનો રોગ) એક વાયરલ ઘાતકી બીમારી છે. આ સામાન્યરીતે શ્વાન કે અન્ય જંગલી જાનવરોનાં કાપવાથી ફેલાય છે. આ જીવલેણ બીમારી વિશે લોકોને અવેર કરવા માટે દરવર્ષે 28 સપ્ટેમ્બરનાં રોજ વર્લ્ડ રેબીઝ ડે ઊજવવામાં આવે છે.  આ વર્ષે 17મો વર્લ્ડ રેબીઝ ડે ઊજવાઈ રહ્યો છે.

વર્લ્ડ રેબીઝનો અર્થ અને મહત્વ
વર્લ્ડ રેબીઝ ડે ઊજવવાનો ઉદેશ્ય આ જીવલેણ બીમારીને અટકાવવાનો છે. રેબીઝ સૌથી વધારે જંગલી જાનવરોમાં જોવા મળે છે અને હાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં આ બીમારી ઘણી કોમન છે. જો કે અન્ય દેશોમાં શ્વાનનાં કાપવા પર રેબીઝ થાય છે. જો કે રેબીઝને કંટ્રોલ કરી શકાય છે. ચોંકાવનારી બાબત તો એ છે કે રેબીઝનાં કારણે દરવર્ષે લગભગ 60000 લોકોનું મોત થાય છે.

વર્લ્ડ રેબીઝ ડેનો ઈતિહાસ
પહેલીવખત વર્લ્ડ રેબીઝ ડે ઊજવવાની ઘોષણા 2007માં ગ્લોબલ એલાયંસ ફોર રેબીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવી હતી. આ બાદ WHO દ્વારા તેનું સમર્થન પણ કરવામાં આવ્યું. ફ્રેન્ચ કેમિસ્ટ અને માઈક્રોબાયોલોજિસ્ટ લુઈ પાશ્વરનું મૃત્યુ 28 સપ્ટેમ્બરનાં થયું હતું. તેમણે 1885ની સાલમાં રેબીઝની વેક્સિન બનાવી હતી. આ જ કારણ છે કે દરવર્ષે આ દિવસે વિશ્વ રેબીઝ ડે ઊજવવામાં આવે છે.

વિશ્વ રેબીઝ દિવસની થીમ
દર વર્ષે વિશ્વ રેબીઝ દિવસને એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હડકવા દિવસની થીમ છે,  ‘All for 1, One Health for all’. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ