બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / world most expensive tea one kg costs 1 million dollar

Most Expensive Tea in World / આ છે વિશ્વની સૌથી મોંઘી 'ચા': જેની કિંમત છે કરોડોમાં, આંકડો સાંભળી આંખો પહોળી થઇ જશે

Manisha Jogi

Last Updated: 05:52 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં એક એવી ચા છે, જેની કિંમત કરોડો રૂપિયા છે અને તે વિશ્વની સૌથી મોંઘી ચા ગણવામાં આવે છે. આ ચાનું ચીનમાં ઉત્પાદન કરવામાં આવે છે.

  • ભારતમાં ચાનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે 
  • દુનિયામાં એક એવી ચા છે, જેની કિંમત કરોડો રૂપિયા છે
  • આ ચાનું ઉત્પાદન ચીનમાં કરવામાં આવે છે

ભારતમાં ચાનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. આ કારણોસર સરળતાથી ચા મળી રહે છે. ચાની કિંમત સામાન્ય રીતે 500 રૂપિયા હોય છે. દુનિયામાં એક એવી ચા છે, જેની કિંમત કરોડો રૂપિયા છે અને તે વિશ્વની સૌથી મોંઘી ચા ગણવામાં આવે છે. આ ચાનું ઉત્પાદન ચીનમાં કરવામાં આવે છે. 

આ ચાનું નામ શું છે?
વિશ્વની સૌથી મોંઘી ચાની કિંમત 1 મિલિયન ડોલરથી વધુ છે. આ ચા ફુજિયાન પ્રાંતના પર્વતમાંથી મળે છે. છેલ્લે વર્ષ 2005માં આ ચાનું કાપણી કરવામાં આવી હતી. આ ચાનું નામ દા હોંગ પાઓ છે. આ ચાની કિંમત સોના કરતા પણ વધુ છે. વર્ષ 2002માં આ 20 ગ્રામ ચાની કિંમત 1,80,000 યુઆન (28,000) ડોલર હતી. 

આ ચા જીવનદાયિની છે
આ ચાની દુર્લભતાને કારણે આ ચાને રાષ્ટ્રીય ખજાના તરીકે જાહેર કરવામાં આવી છે, જે જીવનદાયિની ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચા એટવી ખાસ છે કે, ચેરમેન માઓએ વર્ષ 1972માં તત્કાલીન રાષ્ટ્રપતિ રિસર્ડ નિક્સનને તેમની ચીનની અધિકૃત યાત્રા પર  200 ગ્રામ ચા ગિફ્ટમાં આવી હતી. વર્ષ 1849માં બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી રોબર્ટ ફોર્ચ્યુન એક ગુપ્ત મિશન પર વુઈ પર્વત પર  ગયા હતા, જ્યાંથી તેઓ ભારતમાં આ ચા લાવ્યા હતા. 

આ ચા બજારમાં મળતી નથી
દુનિયાની સૌથી મોંઘી ચા દા હોંગ પાઓ માત્ર હરાજીથી મેળવી શકાય છે. આ એક દુર્લભ ચા છે, જે બજારમાંથી ખરીદી શકાતી નથી. એક દાયકા પહેલા ચીનની સિચુઆનના યાઆન પર્વત પર એક ઉદ્યમી દ્વારા આ ચા ઉગાડવામાં આવી હતી. આ ચા સૌથી પહેલા (50 ગ્રામ) 3,500 ડોલર (2.9 લાખ રૂપિયા)માં વેચવામાં આવી, જેથી આ ચા સૌથી મોંઘી ચા બની ગઈ છે.  

આ ચાનો ઈતિહાસ શું છે?
દા હોંગ પાઓ ચાના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો ચીનના મીંગ શાસન દરમિયાન આ ચાની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. ચીનના લોકોનું માનવું છે કે, તે સમયે મીંગ શાસનની મહારાની અચાનક બિમાર પડી ગઈ હતી. તબિયત વધારે બગડી જવાને કારણે મહારાણીને આ ચા પીવાની સલાહ આપવામાં આવી હતી. ચા પીધા પછી મહારાણીની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી.  ત્યારપછી રાજાએ સમગ્ર રાજ્યમાં આ ચા ઉગાડવાનો આદેશ આપ્યો હતો. રાજાના લાંબા ચોંગાના નામ પર આ ચાને દા હોંગ પાઓ નામ આપવામાં આવ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ