બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / World earth day Climate change questions the future of people live on Earth, if no solution is found, future generations will have to go to Mars

World earth day / કલાઈમેન્ટ ચેન્જથી પૃથ્વીવાસીઓના ભવિષ્ય પર સવાલો, સમાધાન નહીં શોધે તો આવનારી પેઢીઓએ મંગળ પર જવું પડશે

Megha

Last Updated: 03:11 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Earth Day: આબોહવા પરિવર્તનથી લઈ જંગલો કપાવા, પ્રદૂષણ, અનિયમિત ઋતુ,આ તમામ પડકારો આપણા સ્વાસ્થયને જોખમમાં મુકી રહ્યા છે, એવામાં આજે એવા પડકારોની વાત કરીશું જેના માટે સૌએ કંઈક કરવું ઘટે.

  • પૃથ્વી પર પર્યાવરણી પડકારો સૌથી મહત્વના બની ગયા છે
  • આજે એવા પડકારોની વાત કરીશું જેના માટે આપણે સૌએ કંઈક કરવું ઘટે
  • સૌથી મોટી સમસ્યા છે આબોહવા પરિવર્તન એટલે કલાઈમેન્ટ ચેન્જ
  • કલાઈમેન્ટ ચેન્જના કારણે કરોડો લોકો પર ખતરો 

World Earth Day: 22 એપ્રિલ એટલે અર્થ ડે. અખિલ બ્રહ્માંડમાં આપણા સૌનું સરનામું એટલે પૃથ્વી. પરંતુ આજે આપણી પૃથ્વી પર પર્યાવરણી પડકારો સૌથી મહત્વના બની ગયા છે.. પૃથ્વી દિવસ પર પર્યાવરણને બચાવવા તાકીદના પગલાની જરૂરીયાત ઉભી થઈ છે. આબોહવા પરિવર્તનથી લઈ જંગલો કપાવા, પ્રદૂષણ, અનિયમિત ઋતુ,આ તમામ પડકારો આપણા ગ્રહ અને તેના સૌ રહેવાસીઓના સ્વાસ્થયને જોખમમાં મુકી રહ્યા છે... આપણે આજે એવા પડકારોની વાત કરીશું જેના માટે આપણે સૌએ કંઈક કરવું ઘટે.

કલાઈમેન્ટ ચેન્જના કારણે કરોડો લોકો પર ખતરો 
આપણા ગ્રહ પર હાલ સૌથી મોટી સમસ્યા છે આબોહવા પરિવર્તન એટલે કલાઈમેન્ટ ચેન્જ.... આજે ફોસીલ ફ્યુલ એટલે અશ્મિભૂત ઈંધણ( પેટ્રોલ-ડીઝલ-કેરોસીન)ના વપરાશને કારણે ગ્રીન હાઉસ ગેસીસ ભયજનક સ્તરે વધી રહ્યા છે. પૃથ્વીના તાપમાનમાં થતો વધારો ધ્રુવીય બરફને ઓગળવાનું કારણ બની રહ્યું છે. આર્કિટેકથી હિમાલય સુધી ગ્લેશિયરો પીગળી રહ્યા છે. જે દરિયાની સપાટીમાં વધારો અને કલાઈમેન્ટ ચેન્જ થવામાં કારણભૂત બની રહ્યાં છે. અચાનક ભારે વરસાદ,વારંવાર આવતા વાવાઝોડા અને પૂર,ઉનાળામાં હિટવેવના દિવસોમાં થતો વધારો અને દૂષ્કાળની સ્થિતિ કલાઈમેન્ટ ચેન્જને ગંભીરતાથી લેવાનું સૂચવી રહ્યા છે. કલાઈમેન્ટ ચેન્જ ભોજન પ્રણાલીને ખોરવી નાખે છે એટલું જ નહીં રોગોને ફેલાવવામાં અને જૈવ વૈવિધ્યતાને પણ નુકસાન પહોંચાડવા માટે સાબિત થઈ રહ્યું છે. 

ઘટતાં જંગલોના ખતરનાક પરિણામો
જંગલોનું કપાતું જવું એ મહત્વપૂર્ણ પડકાર છે.. પૃથ્વીનું પર્યાવરણીય સંતુલન જાળવવા માટે જંગલો આવશ્યક છે, પરંતુ વનો ભયજનક દરે લુપ્ત થઈ રહ્યાં છે. વન નાબૂદીના મુખ્ય કારણો ખેતી, ખાણકામ અને ઈમારતી લાકડા માટે જંગલ કપાવવા છે. જંગલો કાપવાથી માત્ર વન્યજીવોના રહેઠાણોનો નાશ થતો નથી, પરંતુ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને આબોહવા પરિવર્તનની વિકરાળ બની રહી સમસ્યામાં પણ ફાળો આપે છે.

જળ પ્રદૂષણની ગંભીર અસરો
જળ પ્રદૂષણનો પડકાર છે જે પૃથ્વી અને તેના રહેવાસીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. ઔદ્યોગિક કચરો, કૃષિમાંથી વહેતું જંતુનાશક પાણી અને ગટરના દૂષિત પાણી એ તમામ જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે. આ પ્રદૂષણો જળચર ઇકોલોજી અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરી શકે છે. જળ પ્રદૂષણ આપણા પીવાના પાણીની ગુણવત્તા અને સિંચાઈ અને અન્ય ઉપયોગો માટે તાજા પાણીની ઉપલબ્ધતાને અસર કરી શકે છે.

પ્લાસ્ટિક પ્રદૂષણ જમીનથી દરિયાના પેટાળ સુધી 
છેલ્લે, પ્લાસ્ટિક પ્રદૂષણ.. સિંગલ-યુઝ પ્લાસ્ટિક, જેમ કે સ્ટ્રો, બેગ અને ફૂડ પેકેજિંગ, પ્લાસ્ટિક પ્રદૂષણનો આ મુખ્ય સ્ત્રોત છે, જે દરિયાઈ જીવનને જોખમમાં મૂકે છે અને આપણા મહાસાગરોને પ્રદૂષિત કરે છે. માઇક્રોપ્લાસ્ટિક્સ, પ્લાસ્ટિકના નાના ટુકડાઓ કે જે ઘણા વ્યક્તિગત વપરાશના ઉત્પાદનોમાં હાજર છે, તે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ખતરો છે. એક રીપોર્ટ પ્રમાણે દરિયાના જીવો અને માનવીના લોહી સુધી પ્લાસ્ટીક પહોંચી ગયા હોવાનું બહાર આવ્યું છે... લાખો વર્ષ સુધી નાશ નહીં પામતું પ્લાસ્ટિક ન માત્ર માનવી પરંતુ   અન્ય જીવોના જીવ પર પણ જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે... 

સમસ્યા વિકરાળ પરંતુ સમાધાન ખૂબ નાનું
આ પર્યાવરણીય પડકારો માટે વ્યક્તિઓથી લઈને સરકારો અને બિઝનેસીસ સુધીના તમામ સ્તરે સંગઠિત પગલાંની જરૂર છે. વ્યક્તિગત રીતે, લોકો સામૂહિક પરિવહનનો ( માસ ટ્રાન્સપોર્ટ) ઉપયોગ કરીને અથવા ઓછું વાહન ચલાવીને, ફરીથી વાપરી શકાય તેવી બેગ અને પાણીની બોટલોનો ઉપયોગ કરીને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડી સકારાત્મક અસર ઉભી કરી શકાય છે. 

સરકારો નવીનીકરણીય ઉર્જાને (renewable energy) પ્રોત્સાહન આપવા અને ગ્રીનહાઉસ વાયુઓના ઉત્પાદનમાં ઘટાડો કરવા જેવી કાયદાકીય નીતિઓ અને નિયમોનો અમલ કરીને પર્યાવરણના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બિઝનેસીસ પણ આ સંરક્ષણમાં યોગદાન આપવું પડશે જેથી લાંબા ગાળાના ઉપાયોને અપનાવવા, કચરો ઘટાડવો અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવો.

આખરે, આ પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા માટે આપણી સંગઠિત માનસિકતામાં પરિવર્તનની જરૂર છે અને આપણે આપણા ગ્રહને બચાવવાની જવાબદારી સ્વીકારવી પડશે. પૃથ્વી દિવસ આપણને આ પડકારો માટે જાગૃત કરે છે અને બધા માટે વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ કામ કરવાની જરૂરિયાતની યાદ અપાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ