બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Schedule ind vs pcb bcci pcb india cricket team

ક્રિકેટ / World Cup 2023 Schedule: આજે વન-ડે વર્લ્ડકપનો શિડ્યુલ કરાશે જાહેર, સૌની નજર ભારત-પાક. વચ્ચેના મુકાબલા પર

Arohi

Last Updated: 10:13 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Schedule: BCCIએ થોડા દિવસ પહેલા જ ભારતમાં થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપનો ડ્રાફ્ટ શેડ્યુલ આઈસીસી અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા વાળા બાકી દેશોમાં મોકલી દીધા હતા.

  • આજે વન-ડે વર્લ્ડકપનો શિડ્યુલ કરાશે જાહેર
  • સૌની નજર ભારત-પાક. વચ્ચેના મુકાબલા પર
  • 2011 બાદ ભારતમાં પહેલી વખત વનડે વર્લ્ડ કપની યજમાની 

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ICC વનડે વર્લ્ડ કપ રમાશે. ભારત 2011ના બાદથી પહેલી વખત વનડે વર્લ્ડ કપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આઈસીસીએ અત્યાર સુધી તેનું સેડ્યુલ જાહેર નથી કર્યું. 

બધાને આ વિશ્વ કપના શેડ્યુલની રાહ છે કારણ કે પથી તેનાથી સ્પષ્ટ થઈ જશે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ વર્લ્ડ કપમાં મેચ રમાશે કે નહીં અને રમાશે તો ક્યાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈસીસી મંગળવારે 27 જૂને વર્લ્ડ કપના શેડ્યુલની જાહેરાત કરી શકે છે. 

5 ઓક્ટોબરે થશે ટૂર્નામેન્ટની શરૂઆત 
આ વિશ્વ કપની મેજબાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસીને ડ્રાફ્ટ શેડ્યુલ અમુક દિવસ પહેલા મોકલી દીધા હતા. સાથે જ તે દેશોને પણ ડ્રાફ્ટ શેડ્યુલ મોકલી દીધા હતા જે આ વર્લ્ડ કપમાં ભાગ લેશે. 

તેના અનુસાર ટૂર્નામેન્ટની શરૂઆત પાંચ ઓક્ટોબરથી થશે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. તેના પર આઈસીસીની મહોર લાગવાની બાકી છે. આઈસીસી મંગળવારે જરૂરી ફેરફારની સાથે શેડ્યુલ જાહેર કરી શકે છે. 

પાકિસ્તાનને હતી મુશ્કેલી 
BCCIએ જે સેડ્યુલ આઈસીસીને મોકલ્યું હતું તેમાં પાકિસ્તાનને અમુક મેચોને લઈને મુશ્કેલી હતી. BCCIએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં કરવાનો નિર્ણય કર્યો તો ત્યાં જ ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ તેમની મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. પરંતુ પાકિસ્તાન ઈચ્છે છે કે તે અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચ બેંગ્લોરમાં અને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ મેચ ચેન્નાઈમાં રમે. 

ત્યાં જ BCCIના ડ્રાફ્ટ શેડ્યુલમાં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની વાત છે પરંતુ પાકિસ્તાને તેને લઈને પણ આપત્તિ વ્યક્ત કરી છે. તેની ઈચ્છા હતી કે આ મેચ ચેન્નાઈ, કોલકતા કે બેંગ્લોરમાં થાય. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનની માંગ માનવામાં આવે છે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ