બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023: Pak vs SL Muhammad rizwan dedicated his latest century to gaza people

ક્રિકેટ / પાકિસ્તાની ખેલાડી રિઝવાને કર્યો પેલેસ્ટાઇનને સપોર્ટ: વર્લ્ડ કપ વચ્ચે ટ્વિટ કરી કહ્યું શતક ગાઝાના ભાઈઓ અને બહેનો માટે, કાર્યવાહીનો ઉઠ્યો પોકાર

Vaidehi

Last Updated: 05:18 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વનડે વર્લ્ડ કપ 2023માં આજે પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટથી માત આપી. આ મેચમાં પાકિસ્તાની સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે સદી ફટકારી.

  • વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને શ્રીલંકાને માત આપી
  • રિઝવાન અને શફીકે મેચમાં સદી ફટકારી
  • રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી

વનડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે હવે ઈઝરાયલ-હમાસનું યુદ્ધ પણ આવી ગયું છે.  પાકિસ્તાની સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી. રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી છે.

આ સદીને ગાઝાનાં લોકોને સમર્પિત કરી
રિઝવાને આ મેચમાં 131 રન સ્કોર કર્યાં જ્યારે શફીકે 113 રનની ઈનિંગ ફટકારી હતી. મેચ બાદ રિઝવાને બુધવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ગાઝાને યાદ કર્યું તેમજ વર્લ્ડ કપની વચ્ચે ઈઝરાયલ-હમાસનાં યુદ્ધને લઈ આવ્યાં. રિઝવાને પોતાની આ સદીને ગાઝાનાં લોકોને સમર્પિત કરી છે.રિઝવાને X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે આ સદી ગાઝામાં મારા ભાઈઓ અને બહેનો માટે છે. આ જીતમાં યોગદાન આપીને હું ઘણો ખુશ છું. તેનો સંપૂર્ણ ક્રેડિટ ટીમને અને ખાસ અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે.

ફેન્સે ICCને એક્શન લેવા કરી માંગ
2019માં વનડે વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની ભારતીય સેનાના સપોર્ટમાં ખાસ ગ્લોવ્ઝ પહેરીને આવ્યાં હતાં. જેમાં ભારતીય સેનાનું 'બલિદાન બેજ' લાગેલ હતો. ત્યારે ICCએ ધોની સામે એક્શન લીધું હતું અને લોગોને હટાવવા માટે કહ્યું હતું. હવે ફેન્સે આ કિસ્સો યાદ કરીને રિઝવાન પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભારતની યજમાનીથી ખુશ છે રિઝવાન
રિઝવાને પોતાની પોસ્ટમાં ભારતમાં થયેલી પાકિસ્તાન ટીમની ખાતીરદારીનો પણ ઉલ્લેખ કર્યો. રિઝવાન હૈદ્રાબાદ દ્વારા કરવામાં આવેલી સેવાથી ઘણાં ખુશ છે અને તેમનો આભાર પણ માને છે. રિઝવાને લખ્યું કે શાનદાર હોસ્ટિંગ અને સમર્થન બદલ હૈદ્રાબાદનાં લોકોનો આભાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ