બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Workshop on language preparedness of journalists at NIMCJ

ગુજરાતીને જીવો અને જાણો / માતૃભાષાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાને પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજી

Dinesh

Last Updated: 07:27 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉ રાજેશ ભોજકએ જણાવ્યું હતુ કે માતૃભાષાને જીવંત રાખવાની સાથે સાથે સાચા વ્યાકરણ સાથે ભાષાનો ઉપયોગ થાય અને શબ્દોથી વાક્ય રચના સુધી ભાષાની શુદ્ધતા જળવાય તે બાબત પર કાર્યશાળામાં ભાર મૂકવામાં આવ્યો

  • એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા
  • કાર્યક્રમમાં 28 પત્રકાર, અનુવાદક, કવિ, લેખક ઉપસ્થિત રહ્યા હતા
  • ભાષાની શુધ્ધતા જળવાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો


માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 28 પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી આપતાં ડૉ રાજેશ ભોજકએ જણાવ્યું હતુ કે માતૃભાષાને જીવંત રાખવાની સાથે સાથે સાચા વ્યાકરણ સાથે ભાષાનો ઉપયોગ થાય અને શબ્દોથી વાક્ય રચના સુધી ભાષાની શુધ્ધતા જળવાય તે બાબત પર કાર્યશાળામાં ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રશ્ન, સૂચન અને પ્રતિભાવ આપીને કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો
કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. જ્યારે જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. જૂથ અને આ કાર્યક્રમની ભૂમિકા આપી હતી. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ન્યાસ (ટ્રસ્ટ)ના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિ.ના પૂર્વ કુલપતિ હર્ષદ શાહે આ અભિયાનની ભૂમિકા આપી હતી. પત્રકાર મિત્રોએ પ્રશ્ન, સૂચન અને પ્રતિભાવ આપીને કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો હતો. સરવાળે આ કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇ શીખવાનો આનંદ મેળવી કૃતાર્થ થયા હતા.

શંકાનું સમાધાન પણ કર્યું હતું
આજના આ શિક્ષણ કાર્યક્રમમાં બે સત્રોમાં કવિ -લેખક કિશોર જિકાદ્રા અને શિક્ષક કલ્પેશ પટેલે વિવિધ ખોટા શબ્દોને સાચી કઈ રીતે લખાય તે 'જ્ઞાન સાથે ગમ્મત' શૈલીમાં સમજાવ્યું હતું અને સાથે પત્રકાર મિત્રોની શંકાનું સમાધાન પણ કર્યું હતું. આગામી સમયમાં આવી કાર્યશાળાનું આયોજન, પુસ્તકોનું પ્રકાશન અને પુરસ્કારના આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનઆઈએમસીજેના નિયામક ડૉ. શિરીષ કાશીકરે કર્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ