બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Work from home fraud in Ahmedabad

અપીલ / 'વર્ક ફ્રોમ હોમમાં કામ કરો અને મહિને લાખો કમાઓ' આવી જાહેરાતોમાં ભરમાઈ ન જતાં, અમદાવાદ સાઇબર ક્રાઇમે લોકોને ચેતવ્યા

Dinesh

Last Updated: 07:05 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં થોડા સમયથી વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડીનાં કિસ્સાઓ વધતા સાઇબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ વધુ સક્રિય બન્યું છે અને આવી લિંકો પર કાર્યવાહી કરી તેને બંધ કરાવી રહી છે.

  • અમદાવાદમાં વર્ક ફ્રોમ હોમની પદ્ધતિથી છેતરપિંડી
  • રૂપિયાની લાલચ આપી આચરી છેતરપિંડી 
  • જાણીતી કંપનીઓના નામે આપે છે લાલચ


સાઇબર ગઠિયાઓ હવે ફરીથી વર્ક ફ્રોમ હોમની પદ્ધતિથી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. કોરોનાકાળ બાદ બંધ થયેલી આ મોડ્સ ઓપરેન્ડી સાઇબર ગઠિયાઓએ ફરીથી શરૂ કરી છે અને લોકોને પોતાના શિકાર બનાવવાના શરૂ કર્યા છે. આ અંગે ફરિયાદો વધતા અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય બન્યું છે.

પોતાની બેન્ક ડીટેલ કોઇને શેર ન કરવી
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના નામે ઠગાઈએ આતંક મચાવ્યો હતો. પરંતુ સાયબરની સતર્કતા બાદ આ કેસ ઘટ્યા હતા અને  ન્યૂડ વિડિયો કોલ, લોન એપ્લિકેશન ફ્રોડ, અને વીડિયો લાઈક ફ્રોડ શરૂ થયા. પરંતુ હવે ફરીથી વર્ક ફ્રોમ હોમનાં નામે લોકો સાથે ઠગાઈના કેસો વધ્યા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાઇબર ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને ઘર બેઠા કામ કરી પૈસા કમાવવાની જાહેરાતો મોકલવામાં આવે છે. જેની લાલચમાં લોકો આવી લિંક ઓપન કરે છે અને પોતાની માહિતી આપે છે. જેનાથી સાયબર ગઠિયાઓને લોકોનો ડેટા મળી જાય છે અને બાદમાં છેતરપીંડી કરવાનું શરૂ કરે છે.

અજાણી લિંક ઓપન ન કરવી 
મહત્વનું છે કે, સાઇબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સમયાંતરે પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલે છે. લોકોને કોઈ ઠગાઈની ટેક્નિક ખબર પડી જાય ત્યારે સાઇબર ગઠિયાઓ નવી પદ્ધતિથી લોકોને છેતરે છે. ત્યારે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકોને છેતરવા સાયબર ટોળકી સક્રિય બની છે. જાણિતી કંપનીઓના નામે ઘર બેઠા કામ કરવા માટે લોભામણી લાલચો આપે છે. મહિલાઓ કે અન્ય લોકો પણ ઘર બેઠા સરળતાથી કામ કરી શકે અને પૈસા કમાઇ શકે તેવી જાહેરાત કરીને લાલચ આપે છે. લોકો જાહેરાતોની લિંક ઓપન કરી પોતાની માહિતી આપે છે અને બેન્ક એકાઉન્ટની પણ માહિતીઓ આપે છે જેનાથી તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ સામે આવે છે. 

સાઇબર ક્રાઇમે લોકોને કરી અપીલ
હાલમાં થોડા સમયથી વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડીનાં કિસ્સાઓ વધતા સાઇબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ વધુ સક્રિય બન્યું છે અને આવી લિંકો પર કાર્યવાહી કરી તેને બંધ કરાવી રહી છે. મહત્વનું છે કે સાઇબર ક્રાઇમ પણ લોકોને અપીલ કરી રહી છે કે આ પ્રકારે અજાણી લિંક ઓપન કરવી નહીં અને પોતાની બેન્ક ડીટેલ પર શેર કરવી નહિ. જો લોકો આવા ફ્રોડનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ