બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / woman gave birth child morning and after 3 hours attend exam

સુપરમોમ / હોસ્પિટલમાં બાળકને જન્મ આપી ત્રણ જ કલાકમાં પરીક્ષા આપવા પહોંચી ગઈ મા, દેશભરમાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણા છે આ કિસ્સો

Malay

Last Updated: 01:44 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની ડિલીવરીના પ્રથમ દિવસે પણ રુક્મિણીએ મંગળારે ગણિતનું પેપર આપ્યું હતું. બાદમાં મંગળવારે રાત્રે પ્રસવની પિડા થઈ હતી. પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં રાત્રિ દરમિયાન દર્દનો સામનો કરી તેણે બુધવારે સવારે 6 વાગ્યે બાળકને જન્મ આપ્યો.

 

  • મા બનવાની ખુશીના માત્ર 3 કલાક બાદ પરીક્ષા આપી
  • લોકો તેને પાવરફુલ મા ગણાવતા સલામ કરી રહ્યા છે
  • તેનો ઉત્સાહ જોઈ ડૉક્ટર પણ પ્રભાવિત થયા હતા

કહેવાય છે કે ભારતીય માતામાં ખૂબ જ શક્તિ હોય છે. આ શક્તિ બિહારના બાંકા જિલ્લામાં જોવા મળી હતી, અહીં એક મહિલાએ બાળકને જન્મ આપવાની પીડામાંથી પસાર થઈ મા બનવાની ખુશીના માત્ર 3 કલાક બાદ બિહાર બોર્ડની પરીક્ષા આપવા સેન્ટર પર પહોંચી ગઈ હતી. મેટ્રિક પરીક્ષામાં સામેલ થઈ રહેલી આ 22 વર્ષની માતાના દરેક લોકો વખાણ કરી રહ્યા છે અને તેને પાવરફુલ મા ગણાવતા સલામ કરી રહ્યા છે. 

બિહારના બાંકાની ઘટના
બિહારના બાંકા જિલ્લાના ચાંદન બ્લોકના એમકેજી ઉચ્ચ વિદ્યાલયમાં 22 વર્ષની રુક્મિણી કુમારીની પરીક્ષા હતી. રુક્મિણી ગર્ભવતી હતી અને પોતાની ડિલીવરીના અંતિમ દિવસોમાં હતી. તેમ છતા બોર્ડની પરીક્ષામાં બેસી મેટ્રિક પાસ થવાનું સપનુ પૂરુ કરવાનો ઉત્સાહ ઓછો નહોતા. પોતાની ડિલીવરીના પ્રથમ દિવસે પણ રુક્મિણીએ મંગળારે ગણિતનું પેપર આપ્યું હતું. બાદમાં મંગળવારે રાત્રે પ્રસવની પિડા થઈ હતી. પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં રાત્રિ દરમિયાન દર્દનો સામનો કરી તેણે બુધવારે સવારે 6 વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો.

ડૉક્ટર પાસે પરીક્ષામાં જવાની મંજૂરી માંગી
બુધવારે સવારે 9 વાગ્યે રુક્મિણીને વિજ્ઞાનનું પેપર હતુ, જો તે આ પરીક્ષા ન આપે તો તેના પૂરા વર્ષની મહેનત ફેલ થઈ જાત. આજ કારણે તેણે ડૉક્ટર પાસે પરીક્ષામાં બેસવા માટે મંજૂરી માંગી હતી. તેનો ઉત્સાહ જોઈ ડૉક્ટર પણ પ્રભાવિત થયા હતા. ડૉક્ટરે તેને પરીક્ષા સેન્ટર પર અન્ય ડૉક્ટરોની દેખરેખમાં પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. બાદમાં તેને એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, જ્યાં તેણે પોતાની પરીક્ષા આપી હતી. ડૉક્ટરના મુજબ રુક્મિણીને પરીક્ષમાં પાસ થવાની પૂરી આશા છે. તેનો ઉત્સાહ જોઈને ડિલિવરીના માત્ર 3 કલાક બાદ તેને પરીક્ષા આપવાની મંજૂરી આપવા માટે મજબૂર થયા હતા.

લગ્ન છતા રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરે છે
રુક્મિણીને અભ્યાસ કરવાનો શોખ છે. તેના અભ્યાસ માટે તેના સાસરીના લોકો પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે. લગ્ન બાદ   પણ તેને એક   રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવાની મંજૂરી આપી છે. પરિવાર ડિલિવરી બાદ પણ તેની પરીક્ષા આપવાના નિર્ણયની સાથે ઉભો રહ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ