બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Will there be an alliance between Congress and AAP in Gujarat? Statement of Isudan Gadhvi

રાજકારણ / શું ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે થશે ગઠબંધન? ઈસુદાન ગઢવીના દાવા પર કોંગ્રેસે કહ્યું 'અમને કોઈ જાણકારી નથી'

Malay

Last Updated: 02:35 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statement of Isudan Gadhvi: ગુજરાતમાં કોંગ્રેસ અને AAP લોકસભાની ચૂંટણી પહેલા કરશે ગઠબંધન, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યો દાવો.

  • લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર
  • લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે
  • AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યો દાવો

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ગઠબંધન કરશે. તો ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે,અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.

INDIA ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી: ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી  અને કોંગ્રેસ એટલે કે 'INDIA'નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગું છે, ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ. 'INDIA'થી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. ભાજપને ખબર છે કે 2024માં  'INDIA' NDAને હરાવી દેશે. 

બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેચણી થશેઃ ઈસુદાન ગઢવી
કોંગ્રેસ-AAPના ગઠબંધનને લઈને તેમણે જણાવ્યું કે, આ ગઠબંધન ગુજરાતમાં પણ લાગું પડશે. અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોની વહેચણી કરીને લડવાના છીએ. હજુ તો પ્રાઈમરી તબક્કા પર છે. આગળ જતાં ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઈન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે સીટોની વહેચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26માંથી 26 નહીં લઈ જઈ શકે. 

ઈસુદાન ગઢવી (આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ)

ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે: ગુજરાત કોંગ્રેસ નેતા
AAPના ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મૌન સેવ્યું છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી. હાઈકમાન્ડ તરફથી કોઈ પણ માહિતી હજુ સુધી અપાઈ નથી. ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે આ અંગે કહ્યું કે, ગુજરાતમાં AAP સાથે ગઠબંધનની કોઈ ચર્ચા નથી થઈ. કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો હોય તો અમને જાણ નથી. VTV ન્યૂઝને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ લેવલે કોઈ ચર્ચા નથી થઈ. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કોઈ નિર્ણય લેવાયો હોયો તો અમને જાણ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ