બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 09:54 AM, 9 December 2023
ADVERTISEMENT
વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘણા સમયથી T20 ફોર્મેટથી દૂર છે. આ બંને ખેલાડી T20 વર્લ્ડ કપ 2024માં રમશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે. વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં 3 જૂનથી 30 જૂન 2024 સુધી T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. 36 વર્ષીય રોહિત શર્મા અને 35 વર્ષીય વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં રમ્યા હતા. આ બંને ખેલાડીએ એડીલેડમાં T20 વર્લ્ડ કપ 2022માં છેલ્લી T20 મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. ક્રિકેટ નિષ્ણાંતો અનુસાર આ બંને ખેલાડીએ T20 ફોર્મેટમાં રમવું જોઈએ.
રોહિત અને વિરાટે શા માટે T20 ફોર્મેટમાં રમવું જોઈએ
ADVERTISEMENT
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન
વિરાટ કોહલીએ 115 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 52.73ની એવરેજથી 137.96ના સ્ટ્રાઈક રેટથી 4008 રન કર્યા છે. વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં 1 સદી અને 37 અડધી સદી ફટકારી છે. રોહિત શર્માએ 148 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 31.32ની એવરેજથી 139.24ના સ્ટ્રાઈક રેટથી 3853 રન કર્યા છે.
વર્લ્ડ કપ 2023માં શાનદાર પર્ફોર્મન્સ
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં 765 રન કરીને વર્લ્ડ કપ રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. કોહલીએ વર્લ્ડ કપમાં 50 સદી ફટકારનાર પહેલા ખેલાડી બની હયા હતા. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં 597 રન કર્યા હતા.
ભારતની શાનદાર શરૂઆત
રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી અને વિરાટ કોહલી સંકટ મોચક સાબિત થયા છે. રોહિત શર્મા પાવરપ્લેમાં અલગ પ્લેયર તરીકે જોવા મળ્યા. આ દરમિયાન 297 બોલમાં 401 રન ફટચકાર્યા, જેમાં 46 ચોગ્ગા અને 24 છગ્ગા શામેલ છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં કોહલીનું શાનદાર પર્ફોર્મન્સ
વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં ભારતીય ટીમનું પર્ફોર્મન્સ સારું રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં મોહમ્મદ શમીએ 33મી ઓવરમાં વિલિયમસનને કેચઆઉટ કર્યો હતો. રોહિત શર્મા જ્યારે પણ કોઈ ડિસીઝન લઈ રહ્યા હતા, ત્યારે તેઓ કોહલી સાથે વાત કરતા હતા.
રોહિત 2020 પછી ઓપનર તરીકે સૌથી વધુ રન કરનાર ખેલાડી
T20 ફોર્મેટમાં ટીમની જીત ઓપનર બેટ્સમેન પર આધાર રાખે છે. રોહિત શર્મા 2020 પછી ભારતીય ટીમના શાનદાર ઓપનર બેટ્સમેન સાબિત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.