ચહેરા પર સવારે કેમ આવે છે સોજો, જાણો શું છે કારણ

By : krupamehta 03:47 PM, 06 December 2018 | Updated : 03:47 PM, 06 December 2018
સામાન્ય રીતે ક્યારેક ઊઠીને ચહેરાને કાચમાં જોવા પર સોજો જોવા મળે છે. આ સમસ્યા ઘણા બધા લોકો સાથે થાય છે. મોટાભાગે લોકો આ સોજાનું કારણ સમજી શકતી નથી. આ સોજો થોડા સમય બાદ હટી જાય છે. 

આજે અમે સવાર સવાર અને આંખોની આસપાસ થતા સોજાના કેટલાક કારણો માટે જણાવવા જઇ રહ્યા છીએ. 

વધારે પ્રમાણમાં ખાંડ અને મીઠાનું સેવન કરવાથી પણ સવાર સવારમાં સોજો આવી શકે છે. વધારે પ્રમાણમાં મીઠું અને ખાંડનું સેવન કરવાથી શરીરમાં વોટર રિટેન્શનની સમસ્યા થઇ જાય છે. 

વાતાવરણમાં ફેલાયેલ પ્રદૂષણ, ધૂળ માટીના સંપર્કમાં રહેવું, ખાવાની એલર્જી, ઇમ્યુનિટી પાવર નબળી હોવી સોજાના કારણ હોઇ શકે છે. 

આ ચીજોના કારણે છીંક આવવી, શરદી થવી, કફ જામ થઇ જવો, આંખોની સાથે સાથે ચહેરા પર પણ સોજો જોવા મળે છે. 

જે લોકોને સાઇનસની સમસ્યા રહે છે એમના ચહેરા પર પણ સવારના સમયે સોજો જોવા મળે છે. સાઇનસના કારણે હવાની જગ્યાએ કફ જમા થવા લાગે છે જેનાથી સાઇનસ બંધ થઇ જાય છે અને ચહેરા પર સોજો આવી જાય છે. Recent Story

Popular Story