બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / whole country kept boycotting and Bipasha Basu reached Maldives people trolled

મનોરંજન / અહીં આખો દેશ બૉયકોટ કરતો રહ્યો, બીજી બાજુ બિપાશા બાસુ રોમાન્સ માણવા માલદીવ પહોંચી ગઇ, લોકોએ કરી ટ્રોલ

Megha

Last Updated: 09:27 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપાશા બાસુ પોતાનો જન્મદિવસ ઉજવવા માલદીવ ગઈ છે, માલદીવ- ભારતના વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરવા પર યુઝર્સ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે.

  • બોલિવૂડ સ્ટાર્સ માટે રજાઓ માણવા માટેનું ડેસ્ટિનેશન એટલે માલદીવ
  • બિપાશા બાસુ હાલ પતિ અને દીકરી સાથે માલદીવ ટ્રિપ પર ગઈ છે 
  • યુઝર્સે અભિનેત્રીને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની સલાહ આપી

બોલિવૂડ સ્ટાર્સ માટે રજાઓ માણવા માટેનું ડેસ્ટિનેશન એટલે માલદીવ.. અહીં જવું આ સ્ટાર્સ માટે કોઈ મોટી વાત નથી. તમામ સ્ટાર્સ ઘણીવાર નાના-મોટા સેલિબ્રેશન માટે માલદીવ જતા જોવા મળ્યા છે પરંતુ જ્યારથી માલદીવ સાથે ભારતનો વિવાદ છે, ત્યારથી સ્ટાર્સ સહિત દરેક જણ માલદીવ છોડીને લક્ષદ્વીપ જવાની વાત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે માલદીવમાં ટ્રિપ સેલિબ્રેટ કરી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

વાત એમ છે કે બિપાશા બાસુ પોતાનો જન્મદિવસ ઉજવવા પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે માલદીવ ગઈ હતી. હવે અભિનેત્રીએ પોતાના વેકેશનના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે પંરતુ માલદીવ અને ભારતના વિવાદ વચ્ચે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા બાબતે યુઝર્સ એક્ટ્રેસને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

સોશિયલ મીડિયા પર યુઝર્સ અભિનેત્રીને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તમને ખબર હોવી જોઈએ કે દેશમાં શું ચાલી રહ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું, માલદીવનો બૉયકોટ કરો. ત્રીજા યૂઝરે લખ્યું, શેમ ઓન યુ, સ્વાભિમાન પહેલા આવે છે. ચોથા યુઝરે લખ્યું, માલદીવ છોડીને લક્ષદ્વીપ જાઓ.

વધુ વાંચો: 'હું લક્ષદ્વીપ ગયો છું, અમારી આત્મનિર્ભરતા પર...', માલદીવ વિવાદ વચ્ચે બિગ બીની પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું

માલદીવ જવા માટે લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ અભિનેત્રી તરફથી આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી. જણાવી દઈએ કે સમગ્ર દેશમાં માલદીવનો બૉયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે. તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. જ્યાં તેમણે લક્ષદ્વીપના પ્રવાસનને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. જે બાદ માલદીવના ત્રણ નેતાઓએ વડાપ્રધાનની તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર માલદીવના બૉયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેશના લોકોથી લઈને સેલેબ્સ સુધી આ ટ્રેન્ડને સમર્થન મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ